________________
બાદ કષાયપરિણામનો નિર્દેશ કરવામાં આવ્યું છે કષાયપરિણામનું અસ્તિત્વ હોય તે જ વેશ્યા પરિણામ સંભવી શકે છે, તે કારણે ત્યાર બાદ લેશ્યા પરિણામને નિર્દેશ કરાય છે.
શંકા-આપ એવું કઈ દલીલને આધારે કહે છે કે કષાયપરિણામ હોય ત્યારેજ લેશ્યા પરિણામ સંભવી શકે છે?
ઉત્તર-ક્ષીણકષાયવાળા જમાં લેક્ષા પરિણત હોય છે, પરંતુ જે ક્ષીણ લેશ્યાવાળો જીવ છે તેમાં કષાયપરિણામ હેતું નથી. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-બારમાં ગુણસ્થાનવતી જીવ ક્ષીણકષાયવાળે હોય છે, ત્યાં લેશ્યા પરિ ણામને પણ સદૂભાવ હોય છે. પરંતુ જ્યાં લેશ્યા ક્ષીણ થઈ જાય છે એવાં ૧૪માં ગુણસ્થાનવાળા જીવમાં કષાયપરિણામનો સદુભાવહેતું નથી. એજ કારણે ક્ષીણ કષાયવાળાની શુકલેશ્યા પરિણતિ દેશના પૂર્વ કેરિ પર્યન્ત હોય છે. કહ્યું પણ છે કે-“મુહુ તુ નર્મ” ઈત્યાદિ
તે કારણે કષાય પરિણામને નિર્દેશ કર્યા બાદ લેશ્યા પરિણામને નિર્દેશ કરાવે છે. ગપરિણામને સદ્ભાવ હોય ત્યારે જ લેડ્યા પરિણામને સદભાવ રહે છે; કારણ કે જેના વેગને નિરોધ થઈ ગયે છે એવાં જીવનું-૧૪માં ગુણસ્થાનવાળા જીવનું-લેશ્યા પરિણામ દૂર થઈ જાય છે. તેથી જ એવું કહ્યું છે કે
“કુરિછન્નજિ દાનમજેય મતિ” સમુચ્છિન્ન કિયાવાળું ધ્યાન અલેશ્ય જીવમાં હેય છે. આ કારણે વેશ્યા પરિણામને નિર્દેશ કર્યા પછી યોગપરિણામને નિર્દેશ કરાયો છે.
સંસારી જેમાં ગપરિણામ હોય ત્યારે જ ઉપયોગ પરિણામને પણ સદ્દભાવ રહે છે, તેથી યોગપરિણામનું કથન કર્યા બાદ ઉપગ પરિણામને સદ્ભાવ હોય તે જ જ્ઞાનપરિણામને સદ્ભાવ રહે છે. તેથી ઉપયોગ પરિણામ પછી જ્ઞાનપરિણામને નિર્દેશ કરાવે છે.
જ્ઞાનપરિણામને સદભાવ હોય તે જ જીવમાં સમ્યકત્વ આદિરૂપ પરિણતિ હોઈ શકે છે, તે કારણે જ્ઞાનપરિણામનું કથન કરીને ત્યારબાદ દર્શનપરિણામનું કથન કરવામાં આવ્યું છે.
સમ્યકત્વને સદભાવ હોય ત્યારે જ ચારિત્રને સદભાવ રહે છે, તે કારણે દર્શનપરિણામને નિર્દેશ કર્યા પછી ચારિત્ર પરિણામને નિર્દેશ થયો છે. સ્ત્રી આદિરૂપ વેદપરિણામને સદ્દભાવ હોય ત્યારે જ ચારિત્રપરિણામને સદ્ભાવ રહે છે. ચારિત્રપરિણામને સદ્ભાવ હોય ત્યારે વેદપરિણામને સદ્ભાવ રહે છે, એવી વાત શક્ય નથી, કારણ કે અવેદકમાં પણ યથાખ્યાત (શાસ્ત્રોક્ત) ચારિત્રપરિણામ જોવામાં આવે છે. તે કારણે ચારિત્રપરિણામનું કથન કર્યા પછી વેદપરિણામનું કથન કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૧૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૧૪૫