________________
લેશ્યરૂપ જે જીવનું પરિણામ છે તેનું નામ લેશ્યા પરિણામ છે તેને કૃષ્ણલેશ્યા આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે.
ગરૂપ જે જીવનું પરિણામ છે તેને ગપરિણામ કહે છે. મનગ, વચનગ અને કાયમના ભેદથી તે ગપરિણામ ત્રણ પ્રકારનું કહ્યું છે. વસ્તુને જાણવાને માટે જીવ જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે છે, તેનું નામ ઉપગ ૩૫ જે વ્યાપાર હોય છે તેને ઉપગ પરિણામ કહે છે. તેના સાકાર અને અનાકાર એવા બે ભેદે છે.
જ્ઞાનરૂપ જે જીવનું પરિણામ છે તેને જ્ઞાનપરિણામ કહે છે. તે જ્ઞાન પરિણામના અભિનિધિક આદિ પાંચ પ્રકાર છે જે કે મિથ્યાદ્રષ્ટિ જીવના જ્ઞાન રૂપે પ્રસિદ્ધ મત્યજ્ઞાન, કૃતાજ્ઞાન, અને વિસંગજ્ઞાન, આ ત્રણે અજ્ઞાનરૂપ પરિણામવાળાં હોવાથી અજ્ઞાનરૂપ જ હોય છે, છતાં પણ વિશેષ ગ્રહણના સાધભ્યને લીધે તેઓ પણ જ્ઞાનપરિણામના ગ્રહણથી જ ગૃહીત થયાં છે, એમ સમજવું જોઈએ. દર્શનરૂપ જીવનું જે પરિણામ છે તેને દર્શનપરિણામ કહે છે. તે દર્શન -પરિણામના સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્રરૂપ ત્રણ ભેદ કહ્યા છે. ચારિત્રને અર્થ કિયારૂપ જે જીવનું પરિણામ છે તેને ચારિત્રપરિણુમ કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું હોય છે. વેદ રૂપ જીવનું જે પરિણામ છે તેને વેદપરિણામ કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. સ્ત્રીવેદ, પુવેદ અને નપુંસકવેદ,
અહી જીવના પરિણામને ગતિપરિણામ, ઈન્દ્રિય પરિણામ, સંભવી શકે છે. આ કારણે સૌથી પહેલાં ગતિ પરિણામને નિર્દેશ કરવામાં આવ્યા છે. ગતિ. પરિણામ પછી સૌથી ઇન્દ્રિય પરિણામ જ થાય છે, તે કારણે ગતિપરિણામને નિર્દેશ કરીને ત્યારબાદ ઇન્દ્રિય પરિણામને નિર્દેશ કરાયો છે ઈન્દ્રિય પરિણામને સદૂભાવ હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ વિષયને સંબંધ થાય છે, અને તે કારણે જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. તે કારણે ઈન્દ્રિય પરિણામને નિર્દેશ કર્યો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૪