________________
તે નરકમાંથી નીકળીને શ્રેણિકને જીવ કયાં જશે તે હવે પ્રકટ કરવામાં આવે છે–તે શ્રેણિક રાજાને જીવ ત્યાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાળમાં આ જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢયગિરિની તળેટીમાં આવેલા પુંડ્ર નામના જનપદના શતદ્વાર નામના નગરમાં સંકુચિ કુલકરની ભદ્રા નામની ભાર્યાની કુખે પુત્ર રૂપે જન્મ લેશે. ભદ્રાના ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ રહીને તે સુંદર પુત્ર રૂપે જન્મ ધારણ કરશે, તેના હાથ પગ સુકુમાર હશે, તેની પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ હશે એટલે કે ખોડખાંપણથી રહિત હશે, તે ઉત્તમ લક્ષણો અને ગુણેથી યુક્ત હશે અને અત્યંત સૌદર્ય સંપન્ન હશે. જે રાત્રે ભદ્રા આ પુત્રને જન્મ આપશે, તે રાત્રે શતદ્વાર નગરમાં અને નગરની બહાર ભારાગ્રપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણુ એટલે કે અનેક કુંભ ભરાય એટલા પોની અને અનેક રત્નની વર્ષા થશે. જ્યારે તે પુત્રનો જન્મ થયાને ૧૧ દિવસ પસાર થઈ જશે અને બારમે દિવસ બેસશે ત્યારે તે બાળકના માતાપિતા તેને નામકરણ વિધિ કરશે. આ બાળકના જન્મ સમયે શદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્રપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણ (અનેક કુભપ્રમાણ ) એટલે કે પુંજરૂપે પવર્ષા અને રત્નવર્ષા થઈ હતી. તેથી આ પુત્રનું “મહાપ” એવું નામ રાખવું જોઈએ. તે નામ જ ગુણસંપન્ન અને અર્થસંપન્ન (સાર્થક) થશે. આ વિચારથી પ્રેરાઈને તેઓ તેનું નામ “મહાપદ્ય રાખશે. જ્યારે મહાપદ્મ આઠ વર્ષને થશે ત્યારે તેના માતાપિતા ઘણું જ ધામ. ધૂમથી તેને રાજ્યાભિષેક કરાવશે. આ રીતે તે શતતાર નગરને રાજા બનશે. તે મહાપદ્મ રાજા મહા હિમાવાન, મલય, મન્દર અને મહેન્દ્રના જે શક્તિશાળી થશે. ઈત્યાદિ તેની શક્તિ, સમૃદ્ધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાં રાજાઓના વર્ણન પ્રમાણે જ ગ્રહણ થવું જોઈએ. “તે રાજય કરશે” આ કથન પર્વતનું રાજાને લગતું સમસ્ત કથન મહાપદ્મના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ (જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં રાજાનું વર્ણન આપવામાં આવ્યું છે ). ત્યારબાદ બે મહદ્ધિક, મહાવુતિક, મહાબલિષ, મહા યશસ્વી અને મહા સુખશાળી દે તેની સેનાના કાર્યના સંવાહક થશે. તે દેવનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧ ૭