________________
આયુકે પરિણામકા નિરૂપણ
“જીવવિદે માણવાળા gum” ઈત્યાદિ–(સ. ૨૮), ટીકર્થ-આઠ કર્મપ્રકૃતિઓમાંની એક કર્મ પ્રકૃતિનું નામ આપ્યુ છે. તે આયુનું પરિણામ (સ્વભાવ, શક્તિ, ધર્મ નવ પ્રકારનું કહ્યું છે. તે નવ પ્રકારની નીચે પ્રમાણે છે-(૧) ગતિ પરિણામ, (૨) ગતિબન્ધન પરિણામ, (૩) સ્થિતિ પરિણામ, (૪) સ્થિતિબન્ધન પરિણામ, (૫) ઉર્ધ્વગૌરવ પરિણામ, (૬) અગૌરવ પરિણામ, (૭) તિર્યગૌરવ પરિણામ, (૮) દીર્ઘગૌરવ પરિણામ અને (૯) ગૌરવ પરિણામ.
ગતિ પરિણામ-અહી ગતિ પદ દેવાદિ ગતિનું સૂચક છે. તે તે ગતિમાં (તે દરેક ગતિમાં) રહેવા આદિના પ્રમાણની અપેક્ષાએ નિશ્ચિત એવી તે દેવાદિ ગતિની પ્રાપ્તિ જે સ્વભાવ વડે આયુ જીવને કરાવે છે તે સ્વભાવનું નામ ગતિ પરિણામ છે. જે આયુઃસ્વભાવ પ્રતિનિયત ગતિકર્મના બન્ધનના નિમિત્ત રૂપ હોય હોય છે, તેને ગતિબન્ધન પરિણામ કહે છે. જેમ કે નરકાયુના સ્વભાવથી જીવ મનુષ્યગતિ અને તિર્યંચગતિ નામકર્મને અન્ય કરે છે, દેવ અને નારક ગતિ નામકર્મને બન્ધ કરતા નથી. અન્તર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરેપમ પર્યન્તના અવસ્થાન ( આયુસ્થિતિ)રૂપ જે આયુને સ્વભાવ છે તેનું નામ સ્થિતિ પરિણામ છે. તથા–પરભવના આયુષ્યના નિયત સ્થિતિબન્ધનના નિમિત્ત રૂપ જે પૂર્વભવના આયનું પરિણામ છે તેનું નામ સ્થિતિબન્ધન પરિણામ છે જેમ કે તિર્યગ્ર આયુના પરિણામથી છવ વધારેમાં વધારે ૧૮ સાગરે મને દેવાયુને સ્થિતિબન્ધ કરે છે. કારણ કે તિય ચામાંથી મરીને જીવ સહસ્ત્રાર દેવલોક પર્યત જઈ શકે છે. જીવના ઉર્ધ્વ દિશામાં ગમનના નિમિત્ત રૂપ જે આયુ સ્વભાવ છે. તેનું નામ ઉર્ધ્વ ગૌરવ પરિણામ છે. અહીં ગૌરવ પદ ગમનને અર્થનું વાચક છે. એજ પ્રમાણે અગૌરવ પરિણામ અને તિર્યગૂ ગૌરવ પરિણામ વિષે પણ સમજવું.
કાન્તથી કાન્ત પર્યન્ત ગમનના અતિશયના નિમિત્તભૂત જે આયુસ્વભાવ છે, તેનું નામ દીધું ગૌરવ પરિણામ છે. એ જ પ્રમાણે હૂર ગૌરવ પરિણામના વિષયમાં પણ સમજવું. સ. ૨૮ છે
આયુપરિણામનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આયુપરિણામ વિશેષ હેય ત્યારે જ તપાસામર્થ્ય સંભવી શકે છે. પૂર્વસૂત્ર સાથેના આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર પવિશેનું નિરૂપણ કરે છે–
“બાળમિયાણં મધુરિમા” ઇત્યાદિ–(સ. ર૯)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૬