________________
છે. જે માણસ અસાધારણ વિદ્વાન હોય તેને પરપંડિત કહે છે. અથવા જેના મિત્રાદિજન પંડિત હોય છે તેને પર પંડિત કહે છે, કારણ કે એ પુરુષ મિત્રાદિ પંડિતેના સંસર્ગથી નિપુણ બની જાય છે. જે માણસ વાદલબ્ધિથી સંપન્ન હોય છે તેને વાદી કહે છે એ વાદી અન્યના દ્વારા પરાજિત કરાતે નથી. અથવા-જે મંત્રવાદી કે ધાતુવાદી હોય છે એવા વાઢીને જ વાદિક કહે છે. અથવા જે વાદયુક્ત છે તેને વાદિક કહે છે. ભસ્મ લગાવીને અથવા શરીર પર માટીને લેપ કરીને અથવા કેઈને માદળિયું બાંધીને બીજા માણસોને જે વશ કરવામાં આવે છે. અથવા રક્ષાને નિમિત્તે જે વસતિ આદિ સ્થાનને પરિ. વેષ્ટિત કરવામાં આવે છે, અથવા તાવ આદિને દોરા ધાગા કે માદળિયું બાંધીને જે રોકવામાં આવે છે, તે સઘળી ક્રિયાઓનું નામ ભૂતિકર્મ છે. આ ભૂતિ કર્મના જ્ઞાનવાળો માણસ પણ નિપુણ જ હોય છે. રોગ પ્રતિકાર કરનાર વૈદ્યને ચિકિત્સક કહે છે. તે પણ નિપુણ જ હોય છે. આ રીતે અહીં નવ પ્રકારની નિપુણ વ્યક્તિઓ પ્રકટ કરવામાં આવી છે. તે સૂત્ર ૨૦ છે
નિપુણ પુરુષનું નિરૂપણ કરવામાં આવ્યું, ગણની અંદર રહેતા સાધુઓ પણ નિપુણ જ હોય છે. તેથી હવે સૂત્રકાર ગણોનું નિરૂપણ કરે છે–
સમજણ નં માવો મહાવરka” ઈત્યાદિ–(ફૂ. ૨૧).
સાધુકે ગણકા નિરૂપણ
ટીકાર્ય- શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ થયા છે-(૧) ગોદાસગણ, (૨) ઉત્તર બલિસહ ગણ, (4) ચારણ ગણ, (૫) ઉહુવાદિક ગણ, (૬) વિશ્વવાદિક ગણ,(૭) કામદ્ધિક ગણ, (૮) માનવગણ અને (૯) કટિક ગણ.
ગદાસ આદિ આ નવ ગણ એક વાચનાવાળા, એક આચારવાળા અને એક ક્રિયાવાળા સાધુઓના સામુદાયરૂપ હોય છે. આ ગણે સુવિખ્યાત હોવાથી અહીં તેમનું અધિક વિવેચન કરવામાં આવ્યું નથી. માસૂ૦૨ના
ઉપર્યુક્ત નવ ગણ ભિક્ષાજીની હેય છે. તેથી હવે સૂત્રકાર ભિક્ષનું નિરૂપણ કરે છે-“મને માપવા મારેf” ઈત્યાદિ– (સૂ. ૨૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦ ૩