________________
અથવા ઉપાધ્યાય પિતાના ગણમાં આજ્ઞા અને ધારણાનું ઉચિત રીતે પાલન કરાવવાને સમર્થ ન હોય તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ.
હે મુનિ ! તમારે આ પ્રમાણે કરવું જોઈએ ” આ પ્રકારના આદેશને આજ્ઞા કહે છે. “હે મુનિ ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ ? આ પ્રકારના નિષેધનું નામ ધારણા છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે પિતાનો શિષ્યસમુદાય દુર્વિનીત થઈ ગયા હોય અને તે કારણે પોતાની આજ્ઞા અને ધારણનું તેમની પાસે પાલન કરાવવાનું અશક્ય બની ગયું હોય, તે એવી પરિસ્થિતિમાં કાલકાચાર્યની જેમ તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. આજ્ઞા અને ધારણાની વિસ્તૃત વ્યાખ્યા આજ સ્થાનના પહેલા ઉદ્દેશાના ૧૩ માં સૂત્રમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી જોઈએ.
બીજુ કારણ આ પ્રમાણે છે––જો આચાર્ય અને ઉપ ધ્યાય પિતાના ગણમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ કૃતિકર્મ, વન્દણ અને વૈનાયિકના પ્રયતા ન હોય, તે તેમણે ગણમાંથી અલગ થઈ જવું જોઈએ. આ કથનને ભાવાર્થ
થ૦–૨૦ એ છે કે આચાર્યું પણ પ્રતિક્રમશ, ખામણાં આદિમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ પોતાના કરતાં ક જે સાધુઓ હોય તેમને ઉચિત વિનય કરે જોઈએ અને આ પ્રકારના પર્યાય જ્યેષ્ઠ સાધુઓને યોગ વિનય અન્ય સાધુઓ પાસે પણ કરાવવું જોઈએ. જે આચાર્ય અભિમાનને કારણે પર્યાયણ સાધુઓને વિનય ન કરે તે તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. ઉપધ્યાયને પણ એ જ પ્રકારના કારણને લીધે ગણુમાંથી નીકળી જવું પડે છે.
ત્રીજું કારણ–આચાર્ય અને ઉપાધ્યાય જે સૂત્રાર્થ પ્રકારોને જાણતા હેય, તેમનું યેગ્ય અવસરે શિષ્યને સમ્યક રીતે અધ્યયન ન કરાવે, તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ.
ચાર્યું કારણું--જે આચાર્ય અથવા ઉપાધ્યાય પિતાના ગચ્છની અથવા અન્ય ગચ્છની નિગ્રંથીમાં આસક્ત થઈ જાય–તેના પ્રત્યે કુદષ્ટિ કરે છે, તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. “ગુણાઢય (ગુણસંપન્ન) આ આચાર્યમાં
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪
૫૯