________________
અથવા તે સાધ્વી જ્યારે યક્ષાવિષ્ટ થઈ જાય એટલે કે તેમના શરીરમાં પક્ષ નામના દેવવિશેષને પ્રવેશ થવાને કારણે તે સાધ્વી જયારે ઉન્મત્ત બની જાય ત્યારે તેને અવલંબન આદિ રૂપે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાને વિરાપક ગણાતું નથી. “પુષ્યમવેરિપળ” ઇત્યાદિ–
જિનેશ્વર ભગવાને એવું કહ્યું છે કે નીચેના બે કારણોને લીધે સાધ્વીને સાવિષ્ટા કહેવાય છે–(૧) કોઈ પૂર્વભવના વેરી દેવાદિને શરીરમાં પ્રવેશ થવાથી અથવા (૨) કોઈ વિશેષ રાગ વડે અનુરક્ત થઈ જાય, તે એવે સ્થિતિમાં તેને ચક્ષાવિષ્ટા કહેવામાં આવે છે.
અથવા જ્યારે કોઈ સાથ્વી ઉન્માદાવસ્થામાં-ચિત્તભ્રમની હાલતમાં હોય ત્યારે પણ તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક થતો નથી. ઉન્માદના બે પ્રકાર કહ્યા છે–ચક્ષાવેશ રૂપ ઉન્માદ–તેનું સ્વરૂપ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૨) મોહનીય રૂપ ઉન્માદ–ચિત્તભ્રમ રૂપ આ ઉન્માદ રૂપાંગ દર્શનથી અથવા પિત્તની મૂર્છાથી થાય છે. કહ્યું પણ છે કેઃ “ભાગ લેવું કુવો” ઈત્યાદિ. આ ગાથાને અર્થ સ્પષ્ટ છે.
અથવા જ્યારે કોઈ સાધ્વીને ઉપસર્ગો અનુભવવા પડતાં હોય ત્યારે પણ તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. ઉપસર્ગના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે–દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ અને તિર્યંચકૃત ઉપસર્ગ. જે ઉપસર્ગો દેવ દ્વારા કરાય છે, તેમને દિવ્ય ઉપસર્ગો કહે છે, મનુષ્ય દ્વારા કરાતા ઉપસર્ગોને માનુષી ઉપસર્ગો કહે છે. અને તિર્યો દ્વારા કરાતા ઉપસર્ગોને તિર્યંચકૃત ઉપસર્ગો કહે છે. એ જ વાત “જિવિહેa વસ ” ઈત્યાદિ ગાથાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અથવા જ્યારે તે સાધ્વી અધિકરણ સહિત હાય-કેઈ કારણે કલેશ કરવાને તૈયાર થઈ હોય, અથવા તે સાધ્વીને કેઈ અતિચારેના નિવારણ નિમિત્તે પ્રાયશ્ચિત્ત લેવાને પ્રસંગે ઉપસ્થિત થયે હોય અને પહેલી વખત જ આ પ્રસંગ ઉદ્ભવવાને કારણે તે પ્રાયશ્ચિત્તને ધારણ કરતી એવી તે સાધ્વી કલાન્ત બની ગઈ હોય, અથવા ભયને કારણે આકુળવ્યાકુળ થઈ ગયેલ હોય તો તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
મટુંવા ૪ વા” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫ ૩