________________
કોઈ સાધુ તેમને મદદ કરે-તેમને હાથ ઝાલીને તેમને ઊભાં કરે, તે તે સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી
1 ટકાઈ -- હાથ આદિ પકડીને ઉડાડવા તેનું નામ “ ગ્રહણ - છે અને પિતાના બન્ને હાથમાં ઉપાડી લેવાં તેનું નામ “અવલંબન ” . અથવા–“રાજંજિયે તુ નgi #ળ અવઢવ તુ રેગ્નિ તેમને પૂરેપૂરા ઉઠાવી લેવા તેનું નામ ગ્રહણ છે, અને તેમને પિતાના હાથને આધાર આપીને ઊભા કરવા તેનું નામ અવલંબન છે. કેઈ પણ કારણ વિના સાધુ એવું વર્તન કરે તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાય છે, કારણ કે એવું કરવામાં તેને આ પ્રકારના દેષ લાગે છે. “મિત્ત ઉડ્ડાણો” ઈત્યાદિ– કારણ વિના એવું કરવાથી સાધુને મિથ્યાત્વ ઉડ્ડાહ આદિ દેષ લાગે છે. આ પ્રકારનું પહેલું કારણ સમજવું.
બીજું કારણ આ પ્રમાણે છે—કેઈ સાધ્વી કઈ દુર્ગમાં અથવા કોઈ વિષમ સ્થાનમાં ચાલતાં ચાલતાં લપસી જાય અથવા ચાલતાં ચાલતાં તેમને પગ મચકોડાઈ જવાને લીધે તેઓ ચાલી શકે તેમ ન હોય, તે એવી પરિ. સ્થિતિમાં તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. દુર્ગ ત્રણ પ્રકારના કહ્યા છે—(૧) વૃક્ષ દુર્ગ, (૨) સ્થાપદ દુર્ગ, અને (૩) મ્યુચ્છ દુર્ગ. એવા સ્થાન પર ચાલવામાં મુશ્કેલી પડે છે. કહ્યું પણ છે કે “તિવિદં ર ોફ સુ” ઈત્યાદિ–
એવા માર્ગ પર અથવા ગર્ત, પાષાણ આદિથી યુક્ત પર્વત ઉપર ચાલતાં ચાલતાં જે કેઈ સાધ્વીજી પ્રખલિત થઈ જાય-લપસી જાય અથવા જમીન પર પડી જાય, તે તેમને સહારો દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. પ્રખલન અને પ્રપતનનું લક્ષણ આ પ્રમાણે છે.
ભૂમિ સંઘ ” ઈત્યાદિ-જયારે ચાલતાં ચાલતાં જમીન પર આખું શરીર પડી જાય છે, ત્યારે પ્રપતન થયું ગણાય છે, પણ લપસી જવાને કારણે શરીર એક બાજુ મૂકી જાય છે અને હાથ આદિ કોઈ એક જ અંગને આધારે જમીન પર ખડું રહે છે, ત્યારે તેનું પ્રખલન થયું કહેવાય છે. પ્રપતન વખતે આખું શરીર ભૂમિને સ્પર્શ કરે છે, પણ પ્રખ્ખલન વખતે તે કઈ એક જ અંગ ભૂમિને સ્પર્શ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫૧