________________
હોય છે. છેદે પસ્થાનિક રૂપ જે સંયમ છે તેને છેદે સ્થાપનિક સંયમ કહે છે. તેનો સદુભાવ પણ પહેલા તીર્થકર અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હોય છે. આ પ્રકારનું સંયમના બીજા ભેદનું સ્વરૂપ છે.
પરિહાર વિશુદ્ધિ સંચમ-પરિહરણનું નામ પરિહાર છે. તે પરિહાર તે વિશેષરૂપ હોય છે. આ પરિવારની અપેક્ષાએ જે વિશુદ્ધ હોય છે તેને અથવા જેમાં આ પરિવાર વિશેષ રૂપે વિશુદ્ધ હોય છે તેને પરિહાર વિશુદ્ધ કહે છે. આ પરિહાર વિશુદ્ધિ જેમાં હોય છે તેને પરિહાર વિશુદ્ધિક કહે છે. અથવા પરિહાર રૂપ તપવિશેષ કર્મની નિર્જરા રૂપ વિશુદ્ધિ જેમાં થાય છે તે સંયમને પરિહાર વિશુદ્ધિક કહે છે. તેના નીચે પ્રમાણે બે ભેદ છે(૧) નિર્વિશમાનક, અને (૨) નિર્વિકાયિક.
આ ચારિત્રનું પાલન કરતા એવા સાધુઓને નિર્વિશમાનક કહેવાય છે, પરંતુ તેમના દ્વારા સેવ્યમાન હવાને કારણે તે ચારિત્રને પણ નિર્વિરામાનક કહેવામાં આવ્યું છે. જેમણે આ ચારિત્રનું સેવન કરી લીધું છે તેમને નિવિષ્ટ - કાયિક કહેવામાં આવે છે. કહ્યું પણ છે કે “રિહાન વિશુદ્ધ” ઈત્યાદિ–
પરિહાર વિશુદ્ધિક રૂપ સંયમનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું– નવ સાધુઓનું એક ગણ હોય છે. તેમાંથી ચાર સાધુએ પરિહાર તપેવિશેપની આરાધના કરે છે. તે ચાર સાધુને પારિહારિક કહેવામાં આવે છે. બીજા ચાર સાધુએ તેમનું વૈયાવૃત્ય કરે છે. વૈયાવૃત્ય કરનાર તે સાધુઓને અનુ. પારિવારિક કહેવાય છે. બાકીને એક સાધુ કલ્પસ્થિત વાચનાચાર્ય હોય છે. જે ગુરુના જેવો હોય છે. તેમાંના જે નિર્વિશમાનકે છે (પરિહરિકે છે) તેમને આ પ્રકારનો પરિહાર હોય છે-ઝીમ્બમાં તેઓ એક, બે અને ત્રણ ઉપવાસ, શિશિરમાં બેત્રણ અને ચાર ઉપવાસ અને વર્ષમાં ત્રણ, ચાર અને પાંચ ઉપવાસ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબીલ કરે છે. બાકીના પાંચે સાધુઓ આયંબીલ જ કરે છે. આ રીતે છ માસ સુધી ચાર નિર્વિશમાનક પરિહાર કર્યા કરે છે, ત્યારબાદ તેઓ–નિવિષ્ટકાયિક બની જાય છે અને છ માસ સુધી તેમનું વૈયાવૃત્ય કરનારા ચાર સાધુઓ પરિહારક થાય છે. ત્યાર બાદ તેઓ પણ નિર્વિકાયિક થઈ જાય છે. ત્યારબાદ તેમના વાચનાચાર્ય છ માસ સુધી પરિહાર કરે છે. તે સમય દરમિયાન આઠ નિર્વિકાચિકેમાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાધુઓ વિયાવૃત્ય કરે છે. આ રીતે આ પરિવાર વિશુદ્ધિક ક૫ ૧૮ માસ સુધી ચાલે છે. આ પ્રકારને પરિવાર વિશુદ્ધિક રૂપ જે સંયમ છે તેને પરિહાર વિશુહિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૮