________________
(સવ) સાવીએ તેમની પાસે રહી શકે છે. આ પ્રમાણે કરવામાં તે સાધુ કે સાધી જિનાજ્ઞાના વિરાધક બનતાં નથી.
“vaમેતેન મેન વિરો” ઈત્યાદિ
એ જ પ્રમાણે (૨) હર્ષના અતિરેકને કારણે ઉન્મત બની ગયેલા, (૩) શરીરમાં યક્ષાદિને પ્રવેશ થવાને કારણે ઉન્માદાવસ્થા પામેલા, (૪). વાતાદિના પ્રકોપને કારણે ઉન્મત્ત થઈ ગયેલા, એવા કેઈ શ્રમણ નિગ્રંથ નગ્નાવસ્થામાં રહેલા હોય અને તેમની સાથે સચેલક સાથ્થીઓ રહે, તે એવી પરિસ્થિતિમાં તે નિગ્રંથ કે નિગ્રંથિની જિનાજ્ઞાન વિરાધક ગણતા નથી.
પાંચમું કારણ નીચે પ્રમાણે છે–દીક્ષાદાયક અને દીક્ષારક્ષક સાધનો અભાવ હોય, અને દીક્ષા લેનાર પુત્ર, સસરા આદિ પરમ વૈરાગ્યથી વર્ધિત પરિણામવાળો થઈ રહ્યો હોય, એવી પરિસ્થિતિમાં તેમને કઈ નિગ્રંથી (સાવી) દ્વારા દીક્ષા પ્રદાન કરવામાં આવે છે. દીક્ષા લેનાર પુત્ર ધારો કે બાલક છે. તે અલક (નગ્ન) હોય તે પણ સાધ્વીજી તેની પાસે રહી શકે છે. દીક્ષા લેનાર સસરા આદિ ધારે કે વૃદ્ધ હેય અને વૃદ્ધાવસ્થાને કારણે અલક (નગ્નાવસ્થાવાળો) થઈ ગયું હોય, અને અન્ય સાધુઓ ત્યાં વિદ્યમાન ન હોય, તે એવી પરિસ્થિતિમાં સચેલક સાધ્વીઓ સાથે રહેતો શ્રમણ નિગ્રંથ ભગવાનની આજ્ઞાને વિરાધક થતું નથી. છે સૂ. ૭ છે
આસ્રવ, સંવર વગેરહ દ્વારકા નિરૂપણ
“જિનાજ્ઞાનું પાલન કરનાર જિન જ્ઞાન વિરાધક થતું નથી, ” એવું આગળ કહેવામાં આવ્યું છે, જેઓ જિનાજ્ઞાને માનતા નથી તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાય છે. જિનાજ્ઞાની વિરાધના આસ્રવ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર આસવદ્વાનું અને આસ્ત્રનો નિરોધ કરનારા સંવરદ્વારનું તથા દંડ રૂપ આસવિશેષનું કથન કરે છે.
ર ગારવાર ઘouT ” ઈત્યાદિપાંચ આસ્રવદ્વાર કહ્યાં છે–(૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ (૪) કષાય, અને (૫) ગ. પાંચ સંવરદ્વાર કહ્યાં છે--(૧) સમ્યકત્વ, (૨) વિરતિ, (૩) અપ્રમાદ, (૪) અકષાયિત અને (૫) અગિતા. દંડ પાંચ કહ્યાં છે—(૧) અર્થદંડ, (૨) અનર્થદંડ, (૩) હિંસાદંડ, (૪) અકસ્માત દંડ અને (૫) દષ્ટિ વિપર્યાસ દંડ.
જીવ રૂપ તળાવમાં કર્મ રૂપ જળનો જે પ્રવેશ થાય છે, તેનું નામ આસવ છે. તે આસવના દ્વાર જેવાં જે દ્વાર છે તેમને આસ્રવદ્વાર કહે છે. આ (કર્મો) ના આગમન નીચે પ્રમાણે પાંચ કારણે છે––
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪
૧૪