________________
(૩) ગાયક જે ગીતને સફુટ (૫) સ્વરવિશે વડે અલંકૃત કરીને ગાય છે તે ગીતને “અલંકૃત ” ગુણથી યુક્ત ગીત માનવામાં આવે છે.
(૪) અક્ષરો અને સ્વરના કુટ (સ્પષ્ટ ) ઉચ્ચારણ પૂર્વક ગાયક જે ગીત ગાય છે, તે ગીતને “વ્યક્ત ” ગુણવાળું કહે છે.
() જે ગીત ગાયક દ્વારા ચિચિયારી જેવા અવાજે વિરવર થઈને ગવાય છે તે ગીતને વિષ્ટ કહે છે
(૬) જે ગીત વિધૃષ્ટ હોતું નથી તેને અવિધૃષ્ટ ગુણવાળું કહે છે.
(૭) જે ગીત મસ્ત કેયલના જેવા ગાયકના મધુર સ્વર વડે ગવાતું હોય છે તે ગીતને સમગુણવાળું કહે છે.
(૮) જે ગીતમાં ઘુંટાઈ ઘુંટાઈને સ્વર આવતું હોય, અને શબ્દના સ્પર્શ દ્વારા શ્રોત્રેન્દ્રિયને સુખ પ્રાપ્ત થતું હોય, જાણે કેસૂર કોઈ ક્રીડા ખેલી રહ્યો હોય એવું અનુભવ જે ગીતમાં થતું હોય છે તે ગીતને સુલલિત અથવા સુકુમાર ગીત કહે છે. આ પ્રમાણે ગીતના આઠ ગુણે સમજવા. આ ગાથી રહિત જે ગીત હોય છે તેને ખરી રીતે તો ગીતજ કહી શકાય નહીં. આ સિવાય પણ ગીતના બીજા અનેક ગુણે કહ્યા છે. “વર * ઈત્યાદિ ગાથાઓ દ્વારા તે ગુણોને પ્રકટ કરવામાં આવ્યા છે--
જ્યારે ઉર સ્થાનમાં સ્વર વિશાળ હોય છે, ત્યારે તે ગીતને ઉર: પ્રશસ્ત કહે છે. જયારે કંઠમાંથી નીકળતે સ્વર અતિ સ્ફટ હૈય છે, ત્યારે તે ગીતને કંઠપ્રશસ્ત કહે છે. જયારે શિરમાં પ્રાપ્ત સ્વર અનુનાસિકથી રહિત હોય છે, ત્યારે તે ગીતને શિરપ્રશસ્ત કહે છે. અથવા-જ્યારે ઉર, કંઠ અને શિર, આ અંગે એક રહિત હોય છે, તે સમયે ગવાતા ગીતમાં જે પ્રશસ્તતા હોય છે, તે પ્રશસ્તતાવાળા ગીતને અનુક્રમે ઉર પ્રશસ્ત, કંઠ પ્રશસ્ત અને શિર પ્રશસ્ત કહે છે.
“પૃવિકિરવઢ૧” જે ગાયન કમળ સૂરે ગવાય છે તેને મૃદુક કહે છે. જ્યારે અક્ષરો ઘુંટાવાને કારણે સૂર જાણે કે કીડા કરતું હોય એવું લાગે છે. તે ગીતને રિભિત ગીત કહે છે. જે ગીત વિશિષ્ટ રચનાવાળા ગેય પદે વડે બદ્ધ હોય છે તે ગીતને પબદ્ધ કહે છે. જે ગીતમાં હાથને તાલ ગીતપકારક મૃદંગ, કાંસી આદિના વનિ રૂપ પ્રત્યુટ્સેપ અથવા નર્તકીના પદપ્રક્ષેપ રૂપ પ્રત્યક્ષેપ સમાન હોય છે, તે ગેયને સમતાલ પ્રત્યક્ષેપ કહે છે. જે ગેપમાં (ગીતમાં) અક્ષરાદિની સાથે સાત સ્વર સમ હોય છે, તે ગેયને “સમસ્વરસીભર” કહે છે.
આ પ્રકારના ગુણવાળું જે ગીત ગવાય છે તેને જ સંગીત કહે છે, આ પ્રકારના ગીતના ઉરવિશુદ્ધિ આદિ ગુણે કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૦