________________
ઈત્યાદિ ગાથા દ્વારા આ વિષય અહીં પ્રકટ કરવામાં આવ્યો છે--ગીતમાં ૬ દેષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિઓ હોય છે જે મનુષ્ય તેમને સંપૂર્ણ જ્ઞાતા હોય છે, એ મનુષ્ય જ સુશિક્ષિત ગાયક નાટયશાલામાં સફળ ગાયક સિદ્ધ થાય છે.
ગીતના છ દેષ નીચે પ્રમાણે કહ્યા છે--(૧) ભીત--ગાયક ભયથી યુક્ત થઈને જે ગીત ગાય છે, તે ગીતને ભીતષયુક્ત ગીત કહે છે, તેથી હે ગાયક ! તમે ગીત ગાતી વખતે નિડર બનીને ગ.એ.
કૂત--ગીતને જલ્દી જલ્દી ગાઈ નાખવું, તેને દ્રતદેષ કહે છે. તેથી ગીત બહુ જલ્દી જલદી ગાવું જોઈએ નહીં, પરંતુ તેના ગાવાની જે પદ્ધતિ હોય તે પદ્ધતિ અનુસાર ગાવું જોઈએ.
(૩) ગીતને જે સ્વરમાં ગાવાનું હોય તે સ્વરમાં જ તે ગીત ગાયકે ગાવું જોઈએ. એટલે કે ગીતને દીર્ઘ સ્વરમાં ગાવાનું હોય તેને બદલે હસ્થ સ્વરમાં ગાવામાં આવે તે તે દોષ ગણાય છે.
તેથી હે ગાયક ! તમે ગીતને હસ્વ સ્વરે ગાશે નહીં, પરંતુ તમે ગીતને ઉત્તાલમાં ગાઓ-એટલે કે જ્યાં જેટલી માત્રામાં તાલ દેવાતે હોય स्था०-११ ત્યાં તેટલી માત્રામાં જ તાલ દે–વધુ ઓછી માત્રામાં તાલ દેવે તે ગીતનો દોષ ગણાય છે. કાંસી (મંજીરા) આદિના સૂરને તાલ કહે છે.
(૪) ગીતને કાકરે ગાવું જોઈએ નહીં. જે ગીતમાં કાગડાના જેવો અવાજ નીકળે છે તે ગીતને કાકવર ગીત કહે છે.
(૫) ગીતને સ્પણ (અશ્રાવ્ય) સ્વરે ગાવું એ પણ એક દોષ ગણાય છે. હે ગાયક ! તું અશ્રાવ્ય-અસ્પષ્ટ સ્વરે ગીત ગાઇશ મા.
(૬) ગીતને સાનુનાસિક સ્વરે ગાવું તે પણ એક દોષ ગણાય છે, તેથી હે ગાયક ! તું સાનુનાસિક સ્વરે ગીત ગાઈશ મા. આ પ્રમાણે ગીતના ભીતાદિક ૬ દેશે સમજવા.
હવે સૂત્રકાર ગીતના આઠ ગુણે પ્રકટ કરે છે “દૂ ર ૪” ઈત્યાદિ.
(૧) જે ગીતમાં ગાયક દ્વારા સમસ્ત સ્વરકલાએ બતાવવામાં આવે છે તે ગીતને “પૂર્ણ” ગુણવાળું કહે છે.
(૨) ગીતરાગથી ભાવિત થયેલે ગાયક જે ગીત ગાય છે તે ગીતને “રક્ત નામના ગુણથી અલંકૃત ગીત કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४८