________________
આ વ્યવહારનય સંગ્રહનય દ્વારા વિષયભૂત કરવામાં આવેલા સત્તાદિ રૂપ અને સ્વીકાર કરીને જ વિશેને ગ્રહણ કરે છે. જેમકે આ નય એવી દલીલ કરે છે કે “જે સત્ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે?” ઈત્યાદિ.
વ્યવહારનય વિશેનું પ્રતિપાદન કરવા તત્પર રહે છે. તેથી જ્યારે સંગ્રહનય “ આ સત્ છે” એવું પ્રતિપાદન કરે છે, ત્યારે વ્યવહારનય (તે નયવાદી) એવી દલીલ કરે છે કે “સત કોણ છે-દ્રવ્ય સત્ છે કે પર્યાય સત્ છે ?”
દ્રવ્યત્વ સામાન્ય કે પર્યાય સામાન્ય વડે વ્યવહાર ચાલતું નથી, વ્યવ. હાર તે વિશેષ વડે ચાલે છે, તેથી વ્યવહાર ચલાવવાને માટે ઘટ, પટાદિ ૩૫ વિશેષ પદાર્થને માનવા જોઈએ, સામાન્ય તે વ્યવહારને ગ્ય નથી, અયોગ્ય છે તથા બીજે એ પ્રશ્ન કરવામાં આવે છે કે-“સામાન્ય વિશે કરતાં ભિન્ન છે કે અભિન્ન છે? જો એવું કહેવામાં આવે કે સામાન્ય વિશે કરતાં ભિન્ન છે, તો વિશે વિના પણ સામાન્યની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થવી
જોઈએ, પરંતુ એવું બનતું નથી. જે એવું કહેવામાં આવે કે સામાન્ય વિશેષે કરતાં અભિન્ન છે, તે તે વિશેષથી અભિન્ન હોવાને કારણે તેને સામાન્ય કહી શકાય નહીં–તેને તે વિશેષના સ્વરૂપની જેમ વિશેષ જ કહેવાશે.
કહ્યું પણ છે કે “વરંમજવા માવાગો” ઈત્યાદિ.
વિશેષ રહિત સામાન્યની ઉપલબ્ધિ કોઈ પણ જગ્યાએ સંભવી શકતી નથી તથા સામાન્ય વડે કેઈપણ વ્યવહાર સાધી શકાતો નથી, તેથી આકાશ પુષ્પની જેમ સામાન્યની સ્વતંત્ર રૂપે કઈ પણ સત્તા જ સંભવી શકતી નથી. જે પ્રત્યક્ષ દેખાય છે તે તે સઘળું વિશેષ રૂપ જ હોય છે. તેનો વ્યવહાર જેવી રીતે ચાલી શકે એવી જ રીતે આ નય વસ્તુનાં ભેદ પ્રભેદપૂર્વક વસ્તુને વ્યવહારપથમાં લાવે છે. તેથી જ આ નયને લોક સંવ્યવહાર. પરક માનવામાં આવ્યું છે. લેકવ્યવહાર અધિકતા અનુસાર ચાલે છે. જેમકે કઈ ઉપવનમાં જાબૂ, ફણસ વગેરેનાં વૃક્ષો થોડાં થોડાં હોય અને આંબા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૮