________________
પ્રવેશ કરતે શ્રમણ નિગ્રંથ તીર્થકરની આજ્ઞાને વિરાધક બનતું નથી. કેઈ નગર કોટથી ઘેરાયેલું હોવાને લીધે ગુપ્ત હોય, રક્ષિત હય, ગુપ્ત દ્વારવાળું હોય એટલે કે જેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, અને તે કારણે એવી પરિસ્થિતિ પેદા થઈ હોય કે અનેક શ્રમણ અને માહણ (ઉત્તરગુણ મૂલગુણ) યુકત સંયત અથવા શ્રમણ એટલે શાકય મુનિઓ અને માહણ એટલે દયાને ઉપદેશ આપનારા સાધુએ) આહાર પાનની પ્રાપ્તિ માટે નગરની બહાર પણ જઈ શકતા ન હોય અને બહારથી નગરની અંદર પ્રવેશ પણ કરી શકતા ન હોય, તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે શ્રમણ માહણોની તે પ્રકારની સ્થિતિનું રાજા પાસે નિવેદન કરવા માટે અથવા પ્રમાણભૂત રણની પાસે તેમના પ્રયજનને પ્રકટ કરવા માટે કંઈ પણ શ્રમણ નિર્ગથ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી,
(૨) પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ જે ચીજે લાવ્યા હોય તે પાછી સે પવાને માટે પણ સાધુ રાજાના અન્તપુરમાં પ્રવેશ કરી શકે છે. ચૌકી (બાજોઠ ) આદિને “પીઠ” કહે છે, પટ્ટ આદિને “ફલક' કહે છે. શરીરપ્રમાણુ શસ્યા હોય છે અને અઢી હાથપ્રમાણુ સંસ્કારક હોય છે. પીઠ આદિ પહેલાં લાવ્યા હોય તે જ પાછું આપવાનો પ્રશ્ન ઊભું થાય છે, તેથી પ્રજનવશ પીઠ, ફલક આદિ લેવા માટે રાજાના અંતપુરમાં પ્રવેશ કરનાર સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કેઈ મુનિ ભિક્ષાચ આદિ કારણે નીકળ્યા હોય, ત્યારે કોઈ ઉન્મત ઘડે હાથી આદિ માર્ગ ઉપર દોડી રહ્યા હોય, તે તેનાથી બચવા માટે તે સાધુ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
શું કારણ—કોઈ અમલદાર અથવા માણસ તેને ચાર માની લઈને પરાણે પકડીને તેને અંતઃપુરમાં રાજાની સમક્ષ ખડે કરે, તે એ પરિસ્થિ. તિમાં પણ તે સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
પાંચમું કારણ–નગરની બહાર ઉદ્યાન આદિ રથાનમાં વિવિધ રૂપોથી સુશોભિત સ્થાન વિશેષમાં રહેલા કોઈ મુનિને અંતઃપુરનો કઈ માણસ કુતહલથી પ્રેરાઈને અંતપુરમાં ઉપાડીને લઈ જાય, તે એવી પરિસ્થિતિમાં પણ તે સાધુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના પાંચ કારણેમાંના કેઈ પણ કારણે રાજાના અંતાપુરમાં પ્રવેશ કરનાર મુનિ તીર્થ કરની આજ્ઞાને વિરાધક ગણાતું નથી. સૂ. ૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪