________________
સાધુના આચારનો વિનાશ કરનારા છે, ) તેમને ભાવ પરિમન્થ કહે છે. કહ્યું પણ છે કે “મિત્ર મંથg ઈત્યાદિ–
જેવી રીતે યા વડે દહીંનુ મન્થન કરવામાં આવે છે, એ જ પ્રમાણે કૌચિકા આદિ વડે દહીં સમાન કલ્પ (સાધુના આચાર) નું પણ મન્થન કરાય છે. એટલે કે કૌકુચિકા આદિ વડે સાધુના આચારોને ભંગ થાય છે. તેથી સરકારે અહીં ભાવ પરિમન્થની જ પ્રરૂપણ કરી છે. તે ભાવ પરિ મન્થ સાધુના આચાર રૂપ કલ્પના વિનાશક હોય છે. તેને નીચે પ્રમાણે ૬ પ્રકાર છે–(૧) કૌકુચિક-ભાંડના જેવી કુચેષ્ટા કરનાર સાધુને અડી કીકુચિક પરિમજુ કહ્યો છે. તે કીકુચિકના સ્થાન, શરીર અને ભાષાના ભેદથી ત્રણ પ્રકાર પડે છે. કહ્યું પણ છે કે :
હા રીમાના” ઈત્યાદિ
જે સાધુ યંત્રની જેમ અથવા નાચનારીની જેમ આમ તેમ ભ્રમણ કર્યા કરે છે તેને સ્થાનની અપેક્ષાએ કૌકુચિક કહે છે. જે હાથ આદિ વડે પત્થર આદિ ફેંકયા કરે છે તેને શરીરની અપેક્ષાએ કીકુચિક કહે છે.
કહ્યું પણ છે કે “જોષળબgવાયારૂઢું” ઈત્યાદિ–
હાથ વડે, ગોફણ વડે, અને પગ વગેરે વડે પત્થર ફેંકનાર તથા ભ્ર, દાઢી ઈત્યાદિને કંપાવનાર અને વિવિધ નાટયક્રીડાઓ કરનાર માણસને શરી. રની અપેક્ષાએ કૌકુચિક કહે છે. જે માણસ મુખ વડે સીટી બજાવે છે, અને વિવિધ સૂર કાઢે છે અને બીજા લેકેને હસવું આવી જાય એવી ભાષા બોલે છે તેને ભાષાની અપેક્ષાએ કમુચિક કહે છે. કહ્યું પણ છે કે :
“છિ હવા” ઈત્યાદિ- જે સાધુ ભિન્ન રીતે ચીત્કાર કરે છે, મુખને વાજાની જેમ વગાડે છે, હાસ્યોત્પાદક વાણી બોલે છે-એવા એવા ભાષાપ્રયોગ કરે છે કે શ્રોતાઓને હસવું આવી જાય છે, જે અનેક પ્રકારના સૂરો કાઢે છે, તે સાધુને ભાષાની અપેક્ષાએ કૌકુચિક કહે છે. આ ગાથામાં “” પદ ચીત્કારનું વાચક છે તથા “વષાકી ” આ પદ હાસ્યોત્પાદક ભાષાનું વાચક છે. આ ત્રણે પ્રકારના કૌકુચિકે ચારિત્રના વિઘાતક હોય છે. કલ્પના (આચારના) પ્રથમ પરિમન્થનું આ પ્રકારનું સ્વરૂપ છે.
પરિમન્યુને બીજો પ્રકાર મૌખરિક છે મુખર એટલે વાચાળ. એવા વાચાળ સાધુને મૌખરિક કહે છે. જે માણસ વગર વિચાર્યું? મનને ફાવે તેમ બોલનાર હોય છે તેને મૌખરિક કહે છે. અથવા મુખ વડે ગમે તેવું બોલીને
રિતિ અન્યને પિતાના દુશ્મન બનાવે છે તેને મૌખરિક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૧