________________
અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને જે જ્ઞાન રૂપી પદા
ને જ જાણી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેના આનગામિક આદિ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
જે અવધિજ્ઞાન ઉત્પત્તિક્ષેત્રમાંથી (જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હોય તે શ્રેત્રમાંથી) બીજા ક્ષેત્રમાં ચાલ્યા જવા છતાં પણ લેચનની જેમ તે જીવની સાથે જ ચાલ્યું જાય છે તે અવધિ જ્ઞાનને આનુગામિક કહે છે. જે આવધિજ્ઞાન પિતાનું ઉત્પત્તિક્ષેત્ર છેડીને ચાલ્યા જતાં જીવની સાથે જતું નથી, પરંતુ સાંકળ વડે બાંધેલા દીપકની જેમ ત્યાંને ત્યાં જ રહે છે તે અવધિ. જ્ઞાનને અનાનુગામિક કહે છે. જેમ શુકલપક્ષને ચન્દ્ર પ્રતિદિન વૃદ્ધિ પામત રહે છે, એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાના ઉત્પત્તિ સમય બાદ વૃદ્ધિ જ પામતું રહે છે તે અવધિજ્ઞાનને વર્ધમાનક અવધિજ્ઞાન કહે છે. જેમ કૃષ્ણપક્ષના ચન્દ્રમાને ક્ષય થવા માંડે છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાની ઉત્પત્તિ બાદ ઘટતું જ રહે છે તે અવધિજ્ઞાનને હીયમાન અવધિ. જ્ઞાન કહે છે. જેમ ફૂંક મારવાથી દીવો હલવાઈ જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન બિલકુલ નષ્ટ થઈ જાય છે તે અવધિજ્ઞાનને પ્રતિપાતિ અવવિજ્ઞાન કહે છે. જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં નાશ પામતું નથી, તે અવધિજ્ઞાનને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે. સૂ. પર છે
જ્ઞાની માણસે કેવા વચને બોલવા જોઈએ નહી, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે– “ નો ૫૬ મિથાળ વા” ઈત્યાદિ–(ફૂ. ૫૩)
જ્ઞાનિકે અવચન–નહી કહને યોગ્યકા નિરૂપણ
નિર્ચ (સાધુ) અને નિશ્ચિથીઓએ (સાઠવીએએ) નીચે બતાવેલાં ૬ પ્રકારનાં અવચને (કુત્સિત વચન) બોલવા જોઈએ નહીં(૧) અલીક વચન (અસત્ય વચન) જેમ કે નિદ્રા લેતા કઈ સાધુને કેઈ સાધુ પૂછે છે. “શું તમે નિદ્રા લઈ રહ્યા છે?” ત્યારે તે સાધુ જવાબ આપે છે કે “હું નિદ્રા લઈ રહ્યો નથી.” આ પ્રકારનાં વચનોને અલીકવચન કહે છે. (૨) હીલિત વચન–જન્મ, કર્મ આદિને પૂલા પાડનારા વચનને હીલિત વચન કહે છે. જેમ કે “હે દાસીપુત્ર!” ઈત્યાદિ.
(૩) ખિસિત વચન–હાથ, મુખ આદિ વિકૃત કરીને જે અપમાન જનક વચને બોલાય છે તેમને બિસિત વચન કહે છે. જેમકે મુખ બગાડીને કેઈને એમ કહેવામાં આવે કે “અહીંથી દૂર ખસ, તારા બધા ધંધા હું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૧