________________
કાલવિશેષકા નિરૂપણ
ટીકાઈ–“૩૬ ઘનત્તા” ઈત્યાદિ--
બબ્બે માસની દરેક ઋતુ થાય છે. એવી જ રકતુઓ નીચે પ્રમાણે છે. (૧) પ્રાવટ, (૨) વર્ષારાત્ર, (૩) શરતું (૪) હેમન્ત, (૫) વસન્ત અને (૬) ગ્રીમ,
અષાઢ અને શ્રાવણ માસમાં પ્રવૃ, ઋતુ આવે છે. ભાદરવા અને આ માસમાં વર્ષારાત્ર આવે છે. કારતક અને માગશરમાં શરદ ઋતુ આવે છે, છે, પિષ અને મહામાં હેમન્ત ઋતુ આવે છે, ફાગણ અને ચિત્રમાં વસન્ત અને વિશાખ અને જેઠમાં ગ્રીષ્મ ઋતુ આવે છે. આ પ્રમાણે બબ્બે માસની પ્રત્યેક ઋતુ સમજવી છતાં લેકે આ પ્રકારની છ ઋતુઓ ગણે છેશરદ, શિશિર, હેમન્ત, વસન્ત અને ગ્રીષ્મ. આ ઋતુએ આસો અને કાર્તિક માસ વિગેરે બબ્બે માસના વેગથી થાય છે. વર્ષ આવે છે એ જ પ્રમાણે બીજી ઋતુઓના પણ બબ્બે માસ અનુક્રમે સમજી લેવા. / ૧ /
વર્ષમાં છ અવમમાત્ર થાય છે. અવમાત્ર એટલે દિનક્ષય. જેમકે – તૃતીય પર્વમાં એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષમાં. કહ્યું પણ છે કે “નારદ વાવે” ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે લૌકિક ગ્રીષ્મ ઋતુથી લઈને વસન્ત ઋતુ પર્યન્તનું વર્ણન સમજવું. તૃતીય પર્વમાં એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષમાં પહેલે દિનક્ષય થાય છે. સપ્તમ પર્વમાં એટલે કે ભાદરવા માસના કૃષ્ણપક્ષમાં બીજે દીનક્ષય થાય છે. અગિયારમાં પર્વમાં એટલે કે કારતક માસના કૃષ્ણપક્ષમાં ત્રીજે દિનક્ષય થાય છે. પંદરમાં પર્વમાં એટલે કે પિષ માસના કૃષ્ણપક્ષમાં ચોથે દિનક્ષય થાય છે. ઓગણીસમાં પર્વમાં એટલે કે ફાગણ માસના કૃષ્ણપક્ષમાં પાંચ દિનક્ષય થાય છે. ૨૩ માં પર્વમાં એટલે કે વૈશાખ માસના છઠ્ઠા પર્વમાં છઠ્ઠો દિનક્ષય થાય છે. આ રીતે કુલ છ અવમરત્ર ( દિનક્ષય) થાય છે. ૨
અતિરાત્રિ (દિનવૃદ્ધિ) છ પ્રકારની કહી છે–(૧) ચતુર્થ પર્વ એટલે કે અષાઢ માસના શુકલ પક્ષમાં, (૨) ભાદરવાના શુકલ પક્ષમાં, (૩) કારતકના શુકલ પક્ષમાં, (૪) પિષના શુકલ પક્ષમાં, (૫) ફાગણના શુકલ પક્ષમાં અને વિશાખના શુક્લ પક્ષમાં. . ૩ સૂ. ૫૦ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬૮