________________
છહ પ્રકારકી ગોચરચર્યાના નિરૂપણ
આગલા સૂત્રમાં છ પ્રકારના શુદ્રજીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની વિરાધના ન થાય એવી રીતે સાધુએ ભિક્ષાચર્યા કરવી જોઈએ આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભિક્ષાચર્યાના ૬ પ્રકારનું કથન કરે છે. “વિદા જોરવરિયા વUmત્તા ” ઈત્યાદિ--
ટીકાર્થ–ભિક્ષાચર્યા (ગેચર ચર્યા) છ પ્રકારની કહી છે-(૧) પેટા, (૨) અર્ધ પિટ, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવીથિકા, (૫) શખૂકાવતી અને (૬) ગવા પ્રત્યાયતા. ગાયની ચરવાની ક્રિયા જેવી જે ચર્યા હોય છે તેનું નામ ગોચરચર્યા છે. એટલે કે ગાય જેમ ઊંચે અને નીચે આવેલાં સ્થળનું ઘાસ ચરે છે. એ જ પ્રમાણે જે સાધુ રાગદ્વેષથી રહિત થઈને ધર્મની સાધનામાં નિમિત્ત રૂપ દેહના પિષણ નિમિત્તે ઊંચ, નીચ અને મધ્યમ કુળમાં ગોચરીની પ્રાપ્તિ નિમિત્તે જે ચર્યા (ભ્રમણ) કરે છે તે ચર્યાને ભિક્ષાચર્યા કહે છે. તેના પિટા અર્ધપેટા આદિ ૬ પ્રકારોનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--
(૧) પેટા ભિક્ષાચર્યા–-જેમ પિટિકા (મંજૂષા) ના વિભાગે પાડેલા હોય છે તેમ પ્રામાદિના ચાર વિભાગ પાડી ને તેમાંથી કોઈ પણ એક વિભાગમાં જ ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ પિટા ભિક્ષાચર્યા છે. (૨) અર્ધપટા ભિક્ષાચર્યા––પેટા ભિક્ષાચર્યામાં ગ્રામાદિના ચાર ભાગ પાડવામાં આવે છે તેમાંથી એક ભાગના અર્ધા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જ ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ અર્ધપેટા ભિક્ષાચર્યા છે. (૩) ગેમૂત્રિકા--જે ભિક્ષાચર્યામાં મૂત્રિકોની જેમ જમણી તરફથી ડાબી તરફ અને ડાબી તરફથી જમણી તરફ ભ્રમણ કરવું પડે છે, તે ભિક્ષાચર્યાને ગોમૂત્રિકા ભિક્ષાચર્યા કહે છે. () પતંગવીથિકા--જે ભિક્ષાચર્યામાં પતંગિયાની જેમ વચ્ચેના ઘરોને છેડીને છૂટા છવાયા ઘરમાં ભ્રમણ કરવામાં આવે છે તે ભીક્ષાચર્યાને પતંગવિથિકા ભિક્ષાચર્યા કહે છે. (૫) શખૂકાવર્તા--શબૂક એટલે શખ. જે ભિક્ષાચર્યામાં શંખના જેવા આવર્તી હોય છે તે ભિક્ષાચયને શખૂકાવર્તા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬૧