________________
પ્રમાણે ચાર ભેદ પડે છે-(૧) અવગ્રહ, (૨) ઇંડા, (૩) અવાય અને (૪) ધારણા. સમસ્ત વિશેષાથી નિરપેક્ષ અને અનિર્દેશ્ય એવા સામાન્ય અર્થ રૂપ રૂપાદિનું જે પહેલાં ગ્રહણ થાય છે તેનું નામ અવગ્રહ છે. અવગ્રહ વડે જાણેલા પદાર્થનું જે વિશેષ રૂપે આલેાચન થાય છે, તેનું નામ ઈહા છે અવ ગ્રહ અને ઇહા, આ અન્તે વડે સામાન્ય અને વિશેષ રૂપે જાણેલા પદાર્થના જે નિશ્ચય થાય છે, તેનુ નામ અવાય છે. અવગ્રહુ, ઇહા અને વાય, એ ત્રણે દ્વારા અધિગત અર્થની જે અવિસ્મૃતિ (ભૂલયું નહી તે ) છે, તેનું નામ ધારણા છે. કહ્યું પણ છે કે સામન્નસ્થાવાળું ' ઇત્યાદિ—
66
આ પ્રકારે મતિના ચાર ભેદમાંના જે પહેલા ભેદ છે તેનુ” નામ અવગ્રહ મતિ છે. તે અવગ્રહ મતિના વ્યંજનાવગ્રહમતિ અને અર્થાવગ્રહુમતિ નામના બે ભેદ પડે છે. વ્યંજનાવગ્રહમતિનું સ્વરૂપ આ પ્રકારનુ છે. જેમ દીપકના દ્વારા પદા વ્યક્ત કરાય છે તેનું નામ વ્યંજનાવગ્રહમતિ છે. ચક્ષુ અને મન વડે વ્યંજનાવગ્રહ થતા નથી, કારણ કે તે બન્ને ઇન્દ્રિયે અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહ શ્રોત્ર, ઘ્રાણુ, રસના અને સ્પર્શેન્દ્રિય, આ ચાર ઇન્દ્રિયા વડે જ થાય છે, કારણ કે આ ચાર ઇન્દ્રિયા ઉપકરણેન્દ્રિયા છે અને તે ઇન્દ્રિયા પ્રાપ્યકારી છે. તેથી તે ચાર ઉપકરણેન્દ્રિયા સાથે સબદ્ધ શબ્દાદિ રૂપ અને જે અવ્યક્ત રૂપે એધ થાય છે, તેનુ' નામ વ્યંજનાવગ્રહ છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-
ܙܕ
ઃઃ
,,
ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્યના સબધ થતાં પ્રથમ સમયથી લઈને અર્થાવગ્રહ થવાના સમય સુધી, જે સુમ, ઉન્મત્ત, સૂચ્છિત આદિ પુરુષના જ્ઞાનની જેમ શબ્દાદિ દ્રવ્ય માત્રના સબંધને વિષય કરનારી ફાઈ અવ્યક્ત જ્ઞાનમાત્રા હોય છે તેનું નામ વ્યંજનાવગ્રહ મતિ છે. અર્થાવગ્રહ મતિ— આ શું છે ? ” આ પ્રકારે અનિર્દેશ્ય સામાન્ય માત્રરૂપ અર્થના જે વ્યક્ત રૂપે પરિચ્છેદ (મધ) થાય છે, તેનુ નામ અર્થાવગ્રહ છે. અર્થાવગ્રહ રૂપ જે મતિ છે તેને અર્થાવગ્રહમતિ કહે છે. તે અર્થાવગ્રહ મતિ નિશ્ચય અને વ્યવહારના ભેદથી એ પ્રકારની છે. વ્યંજનાવગ્રહ થયા બાદ એક સમય સુધી જે મતિ હોય છે તેનુ નામ નિશ્ચય અર્થાવગ્રહ મતિ છે, અને અન્તર મુર્હુત પ્રમાણવાળી જે મતિ છે તેનું નામ વ્યવહાર અર્થાંવગ્રહ મતિ” છે. આ મતિ જો કે અવાય રૂપ હાય છે, છતાં પણ ઉત્તરકાળભાવી જે ઈહા અને અવાય છે તેમના કારણભૂત હાવાથી તેને અવગ્રહ મતિ આ રૂપે ઉપરિત કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે;
स्था० - ४८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૧