________________
લેખના પ્રમાદ, સદુપયેાગના અભાવનું નામ પ્રમાદ છે. તે પ્રમાદના મદ્યપ્રમાદ આદિ ૬ પ્રકાર કહ્યા છે.
મદજનક જે સુરા (શરાબ) આદિ છે તે પ્રમાદકારક હોવાથી તેમને પ્રમાદરૂપ કહેવામાં આવ્યા છે. અથવા મદિરાપાન કરવાને લીધે જનિત જે પ્રમાદ છે તેનું નામ મદ્યપ્રમાદ છે. કહ્યું પણ છે કે
“જિત્તાત્તિ અને માનવ” ઈત્યાદિ–
મદ્યપાન કરવાથી મદ્યપાન કરનાર જીવોને ચિત્તમાં બ્રાન્તિ-અસાવ ધાનતા આવી જાય છે. આ બ્રાતિ દ્વારા જ્યારે ચિત્ત બ્રાન્ત થઈ જાય છે, ત્યારે જીવને પાપ કૃત્ય કરવાના જ વિચાર આવવા લાગે છે, તેથી તે જીવ પાપ ક કરીને દુગતિમાં જાય છે. તે કારણે કેઈને મદિરા આપવી જોઈએ પણું નહીં અને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. આ પ્રકારનું આ પહેલું સ્થાન (કારણ) સમજવું.
હવે નિદ્રાપ્રમાદ રૂપ બીજા સ્થાનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – નિદ્રા પોતે જ પ્રમાદ રૂપ છે. અથવા નિદ્રાજનિત જે પ્રમાદ છે તેનું નામ નિદ્રાપ્રમાદ છે. કહ્યું પણ છે કે “નિશસ્ત્રો શ્રુતં નાવિ વિતં” ઈત્યાદિ...
નિદ્રાશીલ જીવ શ્રતની અને ધનની પ્રાપ્તિથી વંચિત રહે છે. અને શ્રત અને ધનના અભાવથી તે સદા દુઃખમાં જ સબડયા કરે છે. તેથી આ નિદ્રાને જીતી લેનાર અથવા તેને આધીન નહીં થનાર જીવ ધન્ય છે.
હવે વિષયપ્રમાદનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–શબ્દાદિ વિષય૩૫ પ્રમાદ છે તેને વિષયપ્રમાદ કહે છે. અથવા શબ્દાદિ જનિત જે પ્રમાદ છે તેને વિષયપ્રમાદ કહે છે. કહ્યું પણ છે કે “વિષયકુરો " ઈત્યાદિ
જ્યારે જીવ વિષમાં લીન થઈ જાય છે ત્યારે તે પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે તે સમજી શક્તો નથી. તેથી તે અનુચિત કાર્યો કર્યા કરે છે. તેને લીધે તે દીર્ઘકાળ સુધી આ સંસાર રૂપ ગહન વનમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને તે આ સંસાર સાગરને પાર કરવાને કદી સમર્થ થતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૩