________________
આદિત્ય સંવત્સર–“પુષિા ” ઈત્યાદિ–જે સંવત્સરમાં સૂર્ય પૃથ્વી અને ઉદકના રસને-પૃથ્વી સંબંધી રસને અને પાણી સંબંધી રસને એટલે કે પુષ્પ અને ફલને મધુરતા અને સિનગ્ધતા અર્પે છે, તથા જે સંવત્સરમાં અલ્પ વૃષ્ટિ થવા છતાં પણ ડાંગર આદિ ધાને વિશેષ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, તે સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે.
આદિજ સેવિકા ઇત્યાદિ–
જે સંવત્સરમાં સૂર્યના તેજથી (કિરણે વડે) કાળવિશેષ રૂપ ક્ષણ, મુહૂર્ત ૪૯ ઉજ્રવાસ પ્રમાણુ લવ, અહોરાત્ર રૂપ દિન રાત તથા બબ્બે માસ પ્રમાણુવાળી ઋતુઓ તપ્ત થાય છે અને સૂર્યના કિરણોથી તપ્ત થયેલી એ જ ક્ષણે, લવ, મુહૂર્ત દિવસ અને હતુઓ પવન વડે ઉડેલી ધૂળ વડે સ્થળને ભરી દે છે, તે સંવત્સરનું નામ અભિવ
થા –ફરે હિંત સંવત્સર છે, એવું તીર્થકરોએ કહ્યું છે. તે હે શિષ્ય ! તું આ કથનને વિશ્વાસપૂર્વક સાચું માની લે. જો કે સૂર્યના કિરણે વડે પૃથ્વી આદિને તપાવવામાં આવતાં નથી, છતાં પણ અહીં ઔપચારિક રીતે એવું કહેવામાં આવ્યું છે કે ક્ષણે, લવ આદિ સૂર્યના કિરણે વડે તપે છે, જે સૂ. ૨૦
જીવના શરીર સે નિર્ગમ (નિકલના) કા નિરૂપણ
આગલા સૂત્રમાં સંવત્સરની પ્રરૂપણ કરવામાં આવી. તે સંવત્સર કાળ રૂપ હોય છે. આયુકાળ પૂરો થતાં શરીરધારીઓને આત્મા શરીરમાંથી નીકળી જાય છે. હવે સૂત્રકાર જવના નિર્માણમાગની પંચ વિધાતાનું નિરૂપણ કરે છે.
“પંચવિદે વરણ ળિકાળમm gઇ ” ઈત્યાદિ ટીકાર્યું–જીવન નિર્માણમાર્ગ પાંચ પ્રકારને કહ્યો છે. જે પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) બે ચરણે દ્વારા, (૨) બે જાંઘ દ્વારા, (૩) છાતીમાંથી, (૪) મસ્તકમાંથી અને (૫) સગોમાંથી.
મૃત્યુ સમયે શરીરમાંથી જીવને જે બહાર નીકળવાનું થાય છે, તેનું નામ નિર્માણ છે. તે નિર્માણના ચરણાદિ રૂપ પાંચ માર્ગ બતાવ્યા છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા એજ વાત પ્રકટ કરી છે કે ચરણાદિ પાંચ માર્ગેથી જીવ શરીર. માંથી નીકળી જાય છે. જે જીવ શરીરમાંથી ચરણરૂપ માગે થઈને નીકળી જાય છે તે નિરયગામી બને છે. બે જંઘા રૂપ માર્ગેથી નીકળતો જીવ તિયમાં ઉત્પન્ન થાય છે, છાતી રૂપ માર્ગેથી નીકળતે જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. મસ્તકરૂપ માર્ગેથી નિકળતે જીવ દેવગતિમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૧