________________
સરના ૩૮૩૪૪૬૨ દિવસ થાય છે. આ ચન્દ્રાદિક પાંચ સંવત્સરનો એક યુગ બને છે. અભિવર્તિત સંવત્સરમાં એક અધિક માસ હોય છે. યુગ સંવ. સરનું પ્રતિપાદન કરતી ગાથા અન્યત્ર આ પ્રમાણે કહી છે–
“ો વંટો મમવઢિઓ ” ઈત્યાદિ.
તથા પ્રમાણે સંવત્સર પાંચ પ્રકારનું કહ્યું છે– (૧) નક્ષત્ર, (૨) ચન્દ્ર, (૩) અતુ, (૪) આદિત્ય અને (૫) અભિવદ્ધિત. પૂર્વોક્ત લક્ષણવાળું નક્ષત્ર સંવત્સર જ અહીં નક્ષત્ર પદથી ગૃહીત થયું છે. અહીં પૂર્વની અપેક્ષાએ એટલી જ વિશેષતા છે કે ત્યાં નક્ષત્રમંડળના ચન્દ્રભેગની જ માત્ર વિવફા કરવામાં આવી છે, અને અહીં દિન અને દિનને ભાગ આદિ પ્રમાણ વિવક્ષિત થયેલ છે. ઉપર્યુક્ત લક્ષણવાળું ચન્દ્ર સંવતસર જ અહીં ચન્દ્ર શબ્દ વડે વિવક્ષિત થયું છે. પરંતુ તે કથન કરતાં અહીં એટલી જ વિશેષતા છે કે ત્યાં યુગની અવયવતાની જ વિવક્ષા થઈ છે અને અહીં તેનું પ્રમાણ વિવક્ષિત થયું છે. વસંત આદિ ઋતુઓની પ્રધાનતાવાળું જે સંવત્સર છે તેને ઋતસંવત્સર કહે છે. તે સંવત્સર શ્રાવણમાસ આદિ ૧૨ માસનું બને છે. તે પ્રત્યેક ઋતુમાસમાં ૩૦ દિવસ અને ૩૦ રાત્રિ હોય છે. આ રીતે એક સંવત્સરના ૩૬૦ દિનરાત થાય છે.
આદિત્ય સંવત્સર–તે બાર આદિત્ય (સૂર્ય) માસનું બને છે. ૩૧૨ દિવસને એક આદિત્યમાસ અને ૩૬૬ દિવસનું એક આદિત્ય સંવત્સર થાય છે.
અભિવદ્વિત સંવત્સરનું સ્વરૂપ આગળ પ્રકટ થઈ ચુકયું છે. નક્ષત્ર આદિકના ભેદની અપેક્ષાએ પ્રતિપાદિત પ્રમાણુ સંવત્સરની જ્યારે લક્ષણની પ્રધાનતાપૂર્વક નિર્દેશ થાય છે, ત્યારે તેને લક્ષણ સંવત્સર કહે છે. તે લક્ષણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪