________________
કે તે શરીર પ્રતિબદ્ધ છવને સાક્ષાત જાણે છે અને સાક્ષાત્ દેખે છે. પરંતુ એ અર્થ પણ સંગત લાગતો નથી કારણ કે અવધિજ્ઞાની અને મન:પર્યાય જ્ઞાની મનુષ્ય શરીર પ્રતિબદ્ધ જીવને સર્વપર્યાય સહિત જાણતો નથી અને દેખતે નથી. તેથી “સર્વભાવ ” પદને અર્થ અહીં “ સાક્ષાત્કાર” જ કરે જોઈએ. “સર્વપર્યાય ” એવો અર્થ અહીં કરવો જોઈએ નહીં તેથી એવી અર્થ સંગતિમાં કોઈ દોષ રહેતો નથી, કારણ કે અવધિજ્ઞાન આદિવાળે જીવ પરમાણુ પુદ્ગલને સાત્સાત્ રૂપે જાણે જ છે. તેથી છદ્મસ્થ પદ દ્વારા અહીં અવધિજ્ઞાન આદિથી રહિત પુરુષને જ ગ્રહણ કરવો જોઈએ જિનેન્દ્ર ભગવાન તે આ પાંચે સ્થાનને સાક્ષાત રૂપે જાણે છે, એ જ વાતને “ઘાનિ જેવ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. સૂ, ૧૦ માં
અધોલોકમેં રહે હુએ એવં ઊર્વલોકમેં રહે હુએ અતીન્દ્રિય ભાવાંકા નિરૂપણ
આ પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ સિવાયના અન્ય અતીન્દ્રિય પદાર્થોને પણ જિન ભગવાન જાણે છે. એ જ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર હવે અલેકવર્તી અને ઉધ્ધ લેકવર્તી અતીન્દ્રિય ભાવની પ્રરૂપણ પાંચ સ્થાનની અપેક્ષા કરે છે. “મોટો જુત્તા ” ઈત્યાદિ–
સૂત્રાર્થ–આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. અલોકમાં સાત પૃથ્વી (રતનપ્રભા આદિ નરક) છે. તેમાંની જે સાતમી પૃથ્વી છે તેમાં પાંચ અનુત્તર (ઘણાજ વિશાળ) નરકવાસે આવેલા છે. તેમના નામ આ પ્રમાણે છે–(૧) કાલ, (૨) મહાકાલ, (૩) કૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન.
ઉર્વલોકમાં પાંચ અનુત્તર મહાવિમાને છે તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪