________________
ચોથા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે દુગત હોય છે અને ઘણું મુશ્કેલીથી આનંદિત કરી શકાય એ હોય છે એ પુરુષ ઉપકારીઓના ઉપકારને જ માનતા નથી (૨) કઈ પુરુષ એ હોય છે કે જે દુર્ગત તે હોય છે પણ ઉપકારીજનેને ઉપકાર માનનારો હોય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત (ધનાદિથી સંપન્ન) હેાય છે, પણ ઘણું મુશ્કેલીથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર ન માનનારે હોય છે. (૪) કે ઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત પણ હોય છે અને સરળતાથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર માનનારે પણ હોય છે.
પાંચમાં સૂત્રના ચાર ભાંગીને ભાવાર્થ-(૧) કોઈ પુરુષ દુર્ગત (દરિદ્ર) પણ હોય છે અને દુર્ગતિગામી (નરકાદિ ગતિમાં જનાર) પણ હોય છે.
(નરક આદિ દુર્ગતિમાં જવાના સ્વભાવવાળા પુરુષને દુર્ગતિગામી કહે છે. (૨) કોઈ એક પુરુષ દુર્ગત દરિદ્ર) તે હોય છે પણ સુગતિગામી (દેવાદિ ગતિઓમાં ગમન કરવાના સ્વભાવવાળા) હેય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુરત (ધનાદિથી સંપન્ન) તે હોય છે પણ દુર્ગતિગામી હેય છે (૪) કેઈ એક પુરુષ સુગત પણ હોય છે અને સુગતિગામી પણ હોય છે.
- છઠ્ઠા સૂત્રના ચાર ભાંગાઓનું સ્પષ્ટીકરણ-(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે મૃગાપુત્રની જેમ પહેલાં પણ દુગત હોય છે અને પાછળથી પણ દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે. તેના દુઃખ વિપાકનું વર્ણન વિપાક સૂત્રના પ્રથમ અધ્યયનમાંથી વાંચી લેવું. (૨) દઢપ્રહારી ચેરની જેમ કે એક પુરુષ પહેલાં તે દુર્ગત હોય છે પણ પાછળથી સુગતિને પ્રાપ્ત કરનારો હોય છે (૩) સુભૂમ નામના આઠમાં ચકવતની જેમ કેઈ પુરુષ પહેલાં સુગત હોય છે પણ પાછળથી દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે (૪) ભરત ચક્રવર્તીની જેમ કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ સુગત હોય છે અને પાછળથી પણ સુગતિગત પણ હોય છે.
સાતમાં સૂત્રમાં પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર બતાવ્યા છે-(૧) કોઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ જ્ઞાનરહિત હોવાને લીધે અંધકાર સમાન હોય છે અને પછી પણ તે જ્ઞાનરહિત જ ચાલુ રહેવાને કારણે અંધકાર સમાન જ રહે છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનરહિત અથવા પ્રસિદ્ધિરહિત હોવાને કારણે અંધકાર સમાન હોય છે પણ ત્યારબાદ જ્યારે તે જ્ઞાનનું ઉપાર્જન કરી લે છે અથવા પિતાના
દર્ય આદિ ગુણેથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે ત્યારે જાતિસમાન બની જાય છે. (૩) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં જ્ઞાનાદિથી સંપન્ન હોવાને કારણે જ્યોતિ સમાન હોય છે, પણ ત્યાર બાદ કેઈ નિમિત્તને લઈને
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૫૭