________________
એક સારથી અશ્વાદિકોને રથ સાથે ચેજિત પણ કરતું નથી અને તેમને રથથી વિજિત (અલગ) પણ કરતું નથી. આ ચોથા પ્રકારના સારથિ માત્ર અશ્વાદિકોને અથવા રથને ચલાવવાનું કામ જ કરે છે.
એજ પ્રમાણે પુરુષના પણ જે ચાર પ્રકાર કહ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે સાધુઓને સંયમમાં પ્રવૃત્ત જ કરાવે છે, પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત થયેલા સાધુને તેમ કરતા અટકાવતું નથી. (૨) કોઈ એક સાધુપુરુષ એ હેય છે કે જે અનુચિત કાર્યોમાં પ્રવૃત્ત થયેલા માણસને તે પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાવે છે, પણ તેમને સંયમોમાં પ્રવૃત્ત કરનારે હોતે નથી. (૩) કોઈ એક સાધુપુરુષ એ હોય છે કે જે માણસોને સંયમમાં પ્રવૃત્ત પણ કરે છે અને અનુચિત કાર્યમાં પ્રવૃત્ત થનારને તે કાર્ય કરતાં અટકાવે છે પણ ખરે. (૪) કોઈ એક સાધુ પુરુષ એ હોય છે કે જે લકોને સંયમોમાં પ્રવૃત્ત પણ કરતા નથી અને અનુચિત કાર્ય કરનારને તેમ કરતા અટકાવતે પણ નથી કોઈ સાધારણ શકિતશાળી મુનિને આ ચેથા પ્રકારમાં ગણાવી શકાય છે. આ ચાર ભંગાનું કથન લેકેત્તર પુરુષની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. હવે સામાન્ય પુરુષની અપેક્ષાએ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે કોઈ કાર્યમાં કોઈ વ્યક્તિને પ્રવૃત્ત કરાવનાર જ હોય છે, પણ તેમાંથી તેને નિવૃત્ત કરાવનાર હોતો નથી, બાકીના ત્રણ ભાંગા પણ એજ પ્રમાણે સમજી લેવા.
“gar ” ઈત્યાદિ–વાનની જેમ અશ્વના પણ ચાર પ્રકાર હોય છે–(૧) કોઈ એક અશ્વ એવો હોય છે કે જે પહેલાં પણ રથાદિની સાથે જેડી શકાય છે અને પછી પણ જોડી શકાય છે. (૨) કોઈ એક અશ્વ પહેલાં જોડી શકાય છે પણ પછી જોડી શકાતો નથી. (૩) કોઈ એક અશ્વ એવે હોય છે કે જે પહેલાં જેડી શકાતો નથી પણ પછી જેડી શકાય છે. (૪) કોઈ એક અશ્વ એ હોય છે કે જેને પહેલાં પણ જોડી શકાતું નથી અને પછી પણ જોડી શકાતો નથી. અથવા આ યુક્તાયુક્ત આદિ ભાંગાઓની વ્યાખ્યા યાનના સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજવી. અને યાનની જેમ જ યુક્ત પરિણત, યુક્તરૂપ અને યુક્તભા સંપન્ન આ પદેને જવાથી અશ્વ વિષયક બીજી ત્રણ ચતુર્ભગી પણ બનાવી શકાય છે, અશ્વવિષયક જેવી ચાર ચતુર્ભાગી કહી છે એવી જ ચાર ચતુર્ભાગી દાર્જીન્તિક પુરુષ વિષે પણ સમજી લેવી જોઈએ. સૂ. ૧૩
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩