________________
(૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા.
દેવાના નીચે પ્રમાણે પાંચ પ્રકારે પણ કહ્યાં છે– (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ અને (૫) ભાવદેવ. જે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે, અથવા જેની સ્તુતિ કરાય છે, તે દેવ છે. જે જીવ ભવિષ્યમાં દેવની પર્યાયે ઉત્પન્ન થવાના હોય છે-વર્તમાન સમયે તે દેવપર્યાયવાળેા નથી, એવા જીવને ભવ્ય દ્રવ્યદેવ કહે છે. ચક્રવર્તી આદિને નરદેવ કહે છે, કારણ કે તેમને મનુષ્યેામાં દેવતુલ્ય માનવામાં આવે છે. ધમની દૃષ્ટિએ શ્રુતાદિની અપેક્ષાએ જે દેવ છે અથવા ધમપ્રધાન જે દેવ છે તેમને ધદેવ કહે છે. ચારિત્રધારી શ્રમણ નિગ્રથા જ એવાં ધદેવ રૂપ છે. જે દેવા કરતાં પણ શ્રેષ્ઠ છે અને દેવા પણ જેમને પૂજનીય અને વન્દનીય ગણે છે, એવા દેવાને દેવાધિદેવ કહે છે, એવા દેવાધિદેવ અહુત છે. દેવગતિ નામક્રુના ઉદયથી જેમની દેવપર્યાયમાં સ્થિતિ છે, તેમને ભાવદેવ કહે છે, દેવ સંખ"ધી આયુના અનુભવ કરી રહેલા વૈમાનિક આદિ દેવે આ પ્રકારના ભાવદેવેશ રૂપ છે. ! સૂ. ૧૪ ।
દેવોકે પરિચારણાકા નિરૂપણ
દેવના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર દેવપરચારણાનું કથન કરે છે. “ વિજ્ઞાપરિયાળા પળત્તા 'ઈત્યાદિ
ટીકા-દેવાની મૈથુન ક્રિયામાં જેપ્રવૃત્તિ છે, તેનું નામ પરિચારણા છે. તે પરિચારણાના નીચે પ્રમાણે પાંચ પ્રકારો છે (૧) કાયપરચારણા, (૨) સ્પેશ રિચારણ, (૩) રૂપરચારણા, (૪ શખ્તપરિચારણા, (૫) મન:પરિચારણા.
માનવ સ્રીપુરુષની જેમ શરીરથી દેવદેવીની મૈથુન ક્રિયામાં જે પ્રવૃત્તિ રહે છે, તે પ્રવૃત્તિને કાયપરિચારણા કહે છે, ભવનપતિ, ન્યન્તર, નૈતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન લેાકસ્થિત દેવામાં કાયપરિચારણાના સદ્દભાવ હાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૩૪