________________
જે શિષ્યની દીક્ષા પર્યાય ત્રણ વર્ષની હોય, એવા શિષ્યને આચાર કલ્પ નામના અધ્યયનને અભ્યાસ કરાવવું જોઈએ. ચાર વર્ષની દીક્ષા પર્યાયવાળા શિષ્યને સૂત્રકૃતાંગની અનુપ્રવાચના દેવી જોઈએ. પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને દશાકલ્પ વ્યવહારની અનુપ્રાચના દેવી જોઈએ. આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને સ્થાનાંગ સૂત્રની અને સમવાયાંગ સૂત્રની અનુમાવના દેવી જોઈએ. દસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ક્ષુલ્લ વિમાન આદિ અધ્ય. યનોની અનુપ્રાચના દેવી જોઈએ. બાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને અરુણપપાત આદિ પાંચ અધ્યયનની અતુપાવચના દેવી જોઈએ. અને તેર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ઉત્થાન શ્રુત સમુત્થાન સત્ર, દેવિંદોપાપાત નાગરિચાર આ ચારે અધ્યયનેની અનુપ્રવાચના દેવી જોઈએ. જે સાધુને પ્રવજ્યા અંગીકાર કર્યાને ૧૪ વર્ષને સમય વ્યતીત થઈ ગયો હોય, તે સાધુને સ્વપ્ન ભાવનાની અનુકવાચના દેવી જોઈએ. ૧૫ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ભગવતી સૂત્રની અને અગિયાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ચરણ ભાવનાની અનુપ્રવાચના દેવી જોઈએ. ૧૬ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે નિસર્ગની અનુકવાચના દેવી જોઈએ. ૧૭ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે આશી. વિષ ભાવનાની અનુપાવચન દેવી જોઈએ. ૧૮ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે દષ્ટિવિષ ભાવનાની અનુપ્રવાચના દેવી જોઈએ. ૧૯ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને દ્વાદશાંગ દષ્ટિવાદની અનુકવાચના દેવી જોઈએ. જે સાધુને દીક્ષા અંગીકાર કર્યાને ૨૦ વર્ષને સમય થઈ ગયો હોય તેમને સમસ્ત સૂની અનુમાવીના દેવી જોઈએ. આ વિષયનું વ્યવહાર સૂત્રના ૧૦ માં ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
હવે ગણમાં કલેશ થવાનું ચોથું કારણ પ્રકટ કરવામાં આવે છે– “મારાચં જળ વાનરવૈયાઘ્ર સભ્ય યુથાતા મવતિ”
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૩૧