________________
આચાર્યની વૈયાવૃત્ય કરનાર એટલે કે ધર્મોપગ્રેડ કરનારી વસ્તુઓ દ્વારા આહાર પણ આદિ દ્વારા ઉપગ્રહ કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિજરવાળે અને મહાપર્યવસાનવાળે બને છે એ જ પ્રમાણે સૂત્ર પ્રદાન કરનાર ઉપાધ્યાયની અગ્લાન ભાવે સેવા કરનાર, સંયમ માર્ગેથી ચલાયમાન થયેલા સાધુઓને ઉપદેશ દ્વારા ફરી સંયમ માર્ગે સ્થિર કરનાર સ્થવિરેનું અગ્લાનભાવે વૈયાવૃત્ય કરનાર, અથવા ૬૦ વર્ષની ઉમર જેણે વ્યતીત કરી નાખી છે એવા સ્થવિરેનું વૈયાવૃત્ય કરનાર અથવા સ્થાનાંગ, સમવાયાંગ આદિ શ્રતધારી સ્થવિરોનું વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળે બને છે. મા ખમણ આદિ તપસ્યા કરનારનું અથવા આજીવન એકાન્તર તપ કરનારનું તથા ગ્લાન-બીમાર સાધુનું વૈયાવૃત્ય કર નાર શ્રમણ નિગ્રંથ પણ મહાનિર્જરાવાળે અને મહાપર્યાવસાનવાળો હોય છે. આ કથનને સારાંશ એ છે કે-(૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, અને (૫) વ્યાધિગ્રસ્ત સાધુનું અગ્લાનભાવે વયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળા (અપુનર્જન્મા) બને છે.
નીચેનાં પાંચ સ્થાનરૂપ કારણેને લીધે પણ શ્રમણ નિગ્રંથ મહાનિશાવાળે અને મહાપર્યવસાનવાળો થાય છે–(૧) અગ્લાન ભાવે શૈક્ષનું (નવ દીક્ષિતનું) વૈયાવૃત્ય કરવાથી, (૨) અગ્લાન ભાવે કુલનું (એક જ ગુરુના શિષ્ય સમૂહનું ) વૈયાવૃત્ય કરવાથી, (૩) અશ્કાન ભાવે ગણનું (કુલસમુદાયનું) વિયાવૃત્ય કરવાથી, (૪) અશ્કાન ભાવે સંઘનું ( ગણસમુદાયનું) વૈયાવૃત્ય કરવાથી, (૫) અશ્કાન ભાવે મુખનિબદ્ધ સરેરક મુખવસ્ત્રિકાદિ લિંગથી અને સમાન શ્રદ્ધા તથા પ્રરૂપણા આદિ રૂપ પ્રવચનથી સમાન ધર્મોવાળા મુનિજનનું વૈયા નૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યાવસાનવાળે (અપુનર્જન્મા) બને છે.
આ બે અવાનર સૂત્રો દ્વારા આભ્યન્તર તપના બે ભેદ રૂપ જે વૈયાવૃત્ય તપ છે, તેના ૧૦ ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૨૬