________________
કપાયોકે સ્વરૂપ કા નિરૂપણ
ઉપર્યુક્ત સમુદ્ર આવર્ત સહિત હોય છે, તેથી હવે સૂત્રકાર દષ્ટાન્તભૂત આવીને પ્રકટ કરીને દાર્જીનિક રૂપ કષાયોનું નિરૂપણ કરે છે.
સૂત્રાર્થ-જારિ સાવત્તા gomત્તા ” ઈત્યાદિ
આવર્ત ચાર પ્રકારના કહ્યા છે – (૧) ખરાવર્ત, (૨) ઉન્નતાવર્ત, (૩) ગૂઢાવ, અને (૪) આમિષાવર્ત. એ જ પ્રમાણે કષાના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) ખરાવર્ત સમાન ક્રોધ, (૨) ઉન્નતાવર્ત સમાન માન, (૩) ગૂઢાવર્તમાન માયા અને (૪) આમિષાવર્ત સમાન લેભ.
ખરાવર્ત સમાન ક્રોધથી યુક્ત બનેલે જીવ જે મરણ પામે છે, તે નર યિકોમાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ઉન્નાતાવર્ત સમાન માનમાં, ગૂઢાવર્તન સમાન માયામાં અને આમિષાવર્ત સમાન લેભમાં અનુપ્રવિષ્ટ થયેલ છવ જે કાળધર્મ પામી જાય છે, તે તે પણ નરયિકેમાં જ ઉત્પન્ન થાય છે.
ટકાથ–પાણીમાં જે ભમરીએ (વમળ) પેદા થાય છે તેને આવત કહે છે. હવે ખરાવર્ત આદિ ચાર ભેદને ભાવાર્થ સમજાવવામાં આવે છે જયારે પાણીને વેગ અતિ પ્રબળ હોય છે ત્યારે પાણીમાં વમળે ઉઠે છે જ્યાં આ પ્રકારની વમળ ઉઠે ત્યાં પાણી પ્રબળ વેગથી ચક્કર ચકકર ફરે છે. તે જગ્યાએ ચતરમાં ચતુર તરવૈયે પણ તરી શકતા નથી. આ પ્રકારના વમળમાં ફસાયેલે માણસ કે હોડી બહાર નીકળી શકતા નથી, એ તે આવર્ત નિષ્ફર હોય છે. આ ખરાવત સમુદ્ર નદી આદિના જળમાં થાય છે. ગિરિના શિખરને આરહણવાળા માર્ગો પર ઉન્નતાવર્તન સભાવ હોય છે અથવા જ્યારે ખૂબ પવન થાય છે ત્યારે ધૂળ, પર્ણ–પાન આદિ ચક્કર ચક્કર ફરતાં ફરતાં આગળ વધે છે તેને ચક્રવાત, વંટેળીઓ અથવા ડમરી કહે છે, આ પ્રકારના આવર્તને ઉન્નતાવત કહે છે. જે આવર્ત પ્રચ્છન્ન હોય છે તેને ગૂઢાવર્ત કહે છે. તે આવર્ત દડાના દેરને અથવા લાકડાની ગાંડ આદિનો હોય છે. માંસ પ્રાપ્ત કરવાને માટે જે આવતું હોય છે તેને આમિષાવર્ત કહે છે. આ પ્રકારને આવર્ત બાજ, સમડી આદિ શિકારી પક્ષીઓની ચાંચને હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩