________________
વિહીન જ હોવાને કારણે અમિત્ર-અમિત્ર રૂપ લાગે છે, આ સમત કથન આપેક્ષિક છે.
“ જ્ઞાતિ પુત્તિનયા ” ઇત્યાદિ—આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારા કહ્યા છે—(૧) કોઇ એક પુરુષ એવા હોય છે કે જે અન્ને રૂપે દ્રવ્યની અને ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે. જેમકે સુસાધુ ચારિત્રસ’પન્ન મુનિ આ પ્રકારના હોય છે. એવા પુરુષને અહીં મુક્ત-મુક્ત કહ્યો છે, કારણ કે એવા પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પશુ સંગના (પરિગ્રહના ) ત્યાગી હોય છે અને ભાવની અપેક્ષાએ પણ આસક્તિ રૂપ મૂર્છાભાવથી રહિત હોય છે. આ મારૂં છે ” એવા ભાવ તે જીવમાં હોતા નથી.
"<
(૨) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે, પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી. જેમકે ગરીબ માણસ.
(૩) કાઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી, પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે. જેમકે જેમને રાજ્યકાળ દરમિયાન કેવળજ્ઞાન થયું હેતું એવે! ભરત ચક્રવર્તી
(૪) કાઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પણ પરિગ્રહના ત્યાગી હોતા નથી અને ભાવની અપેક્ષાએ પણ પરિગ્રહને ત્યાગી હાતા નથી. જેમકે રકજન,
આ સૂત્રને પૂર્વાપર કાળની અપેક્ષાએ પણ આ પ્રમાણે સમજાવી શકાય. (૧) કોઇ એક પુરુષ પહેલાં પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ( અપરિગ્રહીમૂર્છાભાષ રહિત ) રહે છે, અને પછી પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત જ રહે છે. બાકીના ત્રણ પ્રકારો પણ એ જ પ્રમાણે સમજી લેવા.
“ દ્વત્તારિ પુલિનારા ” ઇત્યાદિ—આ પ્રમાણે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે--(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે આસક્તિથી રહિત હોવાને કારણે મુક્ત હોય છે, અને વૈરાગ્ય સૂચક આકાર, વેષ આદિને કારણે મુક્તના જેવા રૂપવાળા ( લક્ષણવાળા ) હોય છે, પણ વાસ્તવિક રીતે તે મુક્ત હોતે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૦