________________
તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ અભ્યદય રૂપ અથવા નિઃશ્રેયસ (મોક્ષ) રૂપ ફલથી વિભૂષિત હોય છે. કહ્યું પણ છે કે
અનુમાન દેડ રિફંતઈત્યાદિ---અનુમાન દ્વારા, હેતુ દ્વારા, અને દષ્ટાન્ત દ્વારા અભીષ્ટ અર્થને સિદ્ધ કરનારી અને ધીરે ધીરે ઉમરની વૃદ્ધિ સાથે પરિપકવ અનુભવથી પુષ્ટ થયેલી એવી, આત્મહિતના સાધનામાં પ્રવૃત્ત કરનારી જે બુદ્ધિ હોય છે, તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. આ પ્રકારની બુદ્ધિને સદુભાવ અભયકુમાર વગેરેમાં હતું.
ઉપર્યુક્ત બુદ્ધિ મતવિશેષ રૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર પતિનું નિરૂપણ કરે છે. “ જ રિલા મર્ડ ઈત્યાદિ
મનન કરવું તેનું નામ મતિ છે. તે મતિના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અવગ્રહ મતિ, (૨) ઈડ મતિ, (૩) અવાય મતિ અને (૪) ધારણા મતિ. જે જ્ઞાન વડે સમસ્ત પ્રકારના વિશેની અપેક્ષાથી રહિત એટલે કે શબ્દાદિ દ્વારા અનિર્દેશ્ય એવા સામાન્ય રૂપે રૂપાદિકનું સર્વ પ્રથમ ગ્રહણ (જ્ઞાન) થાય છે, તે મતિનું નામ અવગ્રહ મતિ છે. અવગ્રહ મતિ દ્વારા જે પદાર્થને જાણવામાં આવ્યું હોય તેને ક્ષયોપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે જાણનારી જે મતિ છે, તેને ઈહામતિ કહે છે. ઈહામતિ દ્વારા જાણેલા પદાર્થને ક્ષપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે નિશ્ચય રૂપે જાણનારી જે મતિ છે તેને અવાયરૂપ મતિ કહે છે. અવાય માત વડે જાણેલા પદાર્થને ક્ષપશમની વિશેષતા અનુસાર અવિસ્મરણ રૂપ ધારણ કરનારી જે મતિ છે તેને ધારણું મતિ કહે છે. કહ્યું પણ છે –
“સામરવાવાળ” ઈત્યાદિ. આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. આ બુદ્ધિ અને મતિવિષયક સૂત્રોનું વિશેષ કથન નન્દીસૂત્રની ટીકા જ્ઞાનચન્દ્રિકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૭૫