________________
મનિસ્થળામાઈત્યાદિ–આ પ્રકારની બુદ્ધિ નૈમિત્તિકના સિદ્ધિપુત્ર અને તેના શિષ્ય વગેરેમાં હતી, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જે બુદ્ધિ કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિને કામિકા બુદ્ધિ કહે છે. અહીં અનાચાર્ય, (વિના આચાર્યના) અથવા કયારેક સાચાર્ય (આચાર્ય યુક્તતા) અથવા નિત્યવ્યાપાર આ પદને કર્મ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. જેમકે શિલ્પકળા એ સાચાયેક કર્મ ગણાય છે, કારણ કે ગુરુની સહાયતા વિના તે કળા શીખી શકાતી નથી. અથવા આ કામિકા બુદ્ધિ એવી હોય છે કે કોઈ કર્મને શીખવાને માટે આગ્રહવાળી હોય છે તેથી સ્વપ્રયત્નથી પણ તે પ્રાપ્ત થઈ જાય છે એટલે કે ગુરુની સહાયતા વિના જાતે જ અભ્યાસ કર્યા કરવાથી અને તે વિષે વિચાર કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન વ્યક્તિની બધે પ્રશંસા થાય છે. કહ્યું પણ છે કે
“” ઈત્યાદિ--આ શ્લોકનો ભાવાર્થ એ છે કે કામિક બુદ્ધિવાળે મનુષ્ય દરેક કાર્યમાં વિશેષ પટુ (પ્રવિણ) હોય છે તે તે ગુરુની સહાયતાથી પુણ શીખી શકે છે અને ક્યારેક ગુરુની સહાયતા વિના પણ શીખી લે છે. તે કાર્યમાં સદા ઉપયુક્ત રહેવાથી તેને જ સદા વિચાર કર્યા કરવાથી, અને તેને અભ્યાસ કરતા રહેવાથી તે કાર્ય કરવાની તેને ફાવટ આવી જાય છે. આ પ્રકારની બુદ્ધિને સદ્દભાત સુવર્ણકારે, ખેડૂતે આદિ કારીગરોમાં હોય છે.
જે બુદ્ધિ ઘણું દિન સુધી પૂર્વાપર પદાર્થોને દેખવા આદિથી પ્રાપ્ત અનુભવ રૂપ આત્મધર્મ વિરોષથી ઉત્પન્ન થાય છે, અથવા ઉમર આદિની વૃદ્ધિ થવાને કારણે વિરોષ અનુભવ રૂપ પરિણામ-પ્રધાનતાવાળી હોય છે, તે બુદ્ધિને પારિમિકી બુદ્ધિ કહે છે. અથવા-અનુમાન, હેતુ અને દષ્ટાન્ત દ્વારા સાધ્યને સાધનારી અને પરિપકવ ઉમરને કારણે પુષ્ટિયુક્ત બનેલી જે બુદ્ધિ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
१७४