________________
એવું હોય છે કે જે છેદાદિની પ્રાપ્તિથી જર્જરિત થાય છે. (૩) કે એક ચારિત્ર એવું હોય છે કે જે સૂક્ષમ અતિચાર વડે પરિસાવી હોય છે. (૪) કોઈ એક ચારિત્ર અપરિસ્ત્રાવી હોય છે એટલે કે નિરતિચારવાળું હોવાથી પરિસ્ત્રાવી હેતું નથી. અહીં પુરુષને અધિકાર ચાલી રહ્યો છે, છતાં પણ અહીં ચારિત્ર રૂપ ધર્મનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ધર્મ અને ધર્મમાં અભેદ માનીને કરવામાં આવ્યું છે, એમ સમજવું.
ત્તારિ કુમા” ઈત્યાદિ–કુંભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક કુંભ એ હોય છે કે જેમાં મધ ભરવામાં આવતું હોવાથી તેને મધુકુંભ કહેવામાં આવે છે, અને તેનું ઢાંકણ પણ મધુનું જ હોય છે એટલે કે મધથી ભરેલું પાત્ર તેના ઢાંકણું રૂપ હોય છે. (૨) કઈ એક કુંભમાં મધ ભરેલું હોય છે પણ તેના ઢાંકણુ રૂપે વિષથી ભરેલું પાત્ર મૂકેલું હોય છે. (૩) કેઈ એક કુંભ એ હોય છે કે જે વિષથી પૂર્ણ હોય છે, પણ મધથી ભરેલું પાત્ર તેના પર ઢાંકણા રૂપે રહેલું હોય છે. (૪) કેઈ એક કુંભ વિષથી ભરેલું હોય છે, અને તેનું ઢાંકણું પણ વિષપૂર્ણ પાત્ર જ હોય છે.
“gવમેવ વત્તા પુલિવાયા” ઈત્યાદિ–એ જ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર કહ્યા છે. (૧) કોઈ એક પુરુષ મધુકુંભ સમાન હોય છે અને મધુપિધાન (મધુયુક્ત ઢાંકણાવાળા) વાળ હોય છે. જે પુરુષનું હદય પાપહીને અને કલુષતાહીન હોય છે અને જેની જીભ મધુરભાષિણી હોય છે એવા પુરુષને મધુપિધાનયુક્ત મધુકુંભ સમાન ગણવામાં આવે છે. ન (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે મધુકુંભ સમાન હોવા છતાં પણ વિષપિધાનવાળા હોય છે. જે માણસનું હૃદય પાપહીન અને કલષતાહીન હોય છે, પણ જેની વાણું કડવી અથવા અપ્રિય લાગે છે એવા પુરુષને વિષપિ ધાનવાળે મધુકુંભ સમાન કહ્યો છે.
(૩) કેઈ એક પુરુષ વિષકુંભ સમાન હોય છે, પણ મધુપિધાનવાળો હોય છે. જે માણસનું હૃદય કલુષતાથી પૂર્ણ હોય છે પણ જેની વાણી મીઠી હોય છે એવા પુરુષને મધુપિધાનવાળા વિષકુંભ સમાન કહો છે.
(૪) કઈ એક પુરુષ વિષકુંભ સમાન હોય છે અને વિષપિધાનવાળે હેય છે. એટલે કે જેનું હૃદય પણ કલુષતાથી ભરેલું હોય છે અને જેની જીભ પણ કડવી વાણી બોલનારી હોય છે એવા પુરુષને વિષપિધાનવાળા વિષકુંભ સમાન કહેવામાં આવ્યે છે કે સૂ૦ ૨૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૬૫