________________
સંજ્ઞા કે સ્વરૂપ કા નિરૂપણ
ઉપર્યુક્ત પ્રવજ્યા સંજ્ઞાને અધીન થઈને આ પ્રકારની વિચિત્રતાવાળી થાય છે, તેથી હવે સૂત્રકાર સંજ્ઞાનું નિરૂપણ કરવા નિમિત્તે પંચસૂત્રીનું કથન કરે છે. “વારિ જાશો વત્તાનો” ઈત્યાદિ
સંજ્ઞાના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મિથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંગ્રા. ચેષ્ટા અથવા અભિ. લાષાને સંજ્ઞા કહે છે. તે જ્યારે અસાતા વેદનીય મેહનીય કમના ઉદયથી જન્ય વિકાર યુક્ત થઈ જાય છે, ત્યારે આહારાદિ સંજ્ઞા રૂપતાને પ્રાપ્ત કરે છે. આહારની અભિલાષા રૂપ સંજ્ઞાને આહાર સંજ્ઞા કહે છે. ભયનેહનીય જન્ય જે જીવપરિણામ છે તેનું નામ ભયસંજ્ઞા છે. વેદના ઉદયથી જન્ય જે મેથનાભિલાષા રૂપ પરિણામ છે તેનું નામ મિથુન સંજ્ઞા છે, અને ચારિત્ર મોહનીયના ઉદયથી જે પરિગ્રહાભિલાષા છે તેને પરિગ્રહ સંજ્ઞા કહે છે. ૧
“જહં ટાળે” ઇત્યાદિ–નીચેના ચાર કારણને લીધે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે-(૧) જ્યારે પેટ ખાલી થઈ જાય છે ત્યારે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૨) ક્ષુધા વેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે આહાર ભિલાષા થાય છે. (૩) આહાર કથાનું શ્રવણ કરવાથી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. (૪) સદા આહાર વિષયક વિચાર કર્યા કરવાથી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ૨ |
નીચેના ચાર કારણેથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે– (૧) બલાહીન હોવાથી લયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૨) ભયવેદનીય કર્મના ઉદયથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૩) ભય લાગે એવી વાત સાંભળવાથી અને ભયંકર પદાર્થ આદિ દેખવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. (૪) આલેક આદિ વિષયક ભયરૂપ અને વિચાર કરવાથી ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે. ૩.
નીચેના ચાર કારણોથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે–(૧) શરીરમાં માંસ અને રક્તની વૃદ્ધિ થવાથી, (૨) મોહનીય કર્મના ઉદયથી, (૩) મિથુન વિષયક કથા શ્રવણ કરવાથી અને (૪) મિથુન રૂપ અર્થનું ચિત્તવન કર્યા કરવાથી મિથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. એ જ !
આ ચાર કારણોને લીધે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે –(૧) પદાર્થોને સંગ્રહ કરવામાં લીન રહેવાથી, રાતદિન પદાર્થોને સંગ્રહ કર્યો કરવાથી, (૨) લભ વેદનીય કર્મના ઉદયથી, (૩) સચેતન પરિગ્રહને દેખવાને લીધે જનિત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૫૫