________________
અથવા જે માણસ ગુરુ આદિના ઉપદેશથી ક્રમશઃ શીધ્ર રૂપે, મન્દ રૂપે, મન્દતર રૂપે અને મદતમ રૂપે નેહપાશનું છેદન કરનારો હોય છે તેને અનુક્રમે અસિપત્ર, કરપત્ર, સુરપત્ર અને કદમ્બચીરિકા પત્ર સમાન કહે છે. ૩૧
વત્તા ” ચઢાઈ ચાર પ્રકારની કહી છે–ચઢાઈને માટે અહીં કટ' શબ્દ વાપર્યો છે) (૧) શુમ્બકટ-તૃણવિશેની મદદથી જે ચટ્ટાઈ બના વવામાં આવે છે તેને “શુઓકટ” કહે છે (૨) વિદલકટ-વાંસની ચીપમાંથી બનાવેલી ચઢાઈને “વિદલકટ કહે છે. (૩) ચમકટ–ચામડાની દેરીને ગૂંથીને બનાવેલી ચટ્ટાઈને “ચર્મર” કહે છે (૪) અને “કમ્બલકટ ”—ઉન આદિની કામળને “કમ્બલ કટ” કહે છે.
એજ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર કહ્યા છે–(૧) શુમ્બકટ સમાન પુરુષ-જેમ તૃણવિશેષમાંથી બનાવેલી ચટ્ટાઈ ડી પ્રતિકૂળતામાં પણ શિથિલ થઈ જાય છે-તેના તંતુઓ છૂટા પડી જાય છે એ જ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેમને પ્રતિબંધ (અનુરાગ) અ૯પ કાળમાં જ તૂટી જાય છે એવા પુરુષને શુમ્બકટ સમાન કહે છે.
શુઅકટ કરતાં વિદલકટને બન્ધ વધારે દઢ હોય છે, તેથી તે થોડી પ્રતિકૂળતામાં શિથિલ થઈ જતા નથી. એ જ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબંધ છેડી પ્રતિકૂળતામાં શિથિલ થતો નથી એવા પુરુષને વિદલકટ સમાન કહે છે. ચમકટને બન્ધ વિદલકટના બન્ધ કરતાં પણ દઢતર હોય છે તેથી તે જલ્દીથી શિથિલ થતું નથી.
એજ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેને જેને પ્રતિબન્ધ અધિક પ્રતિકૂળતામાં પણ શિથિલ થતું નથી એવા પુરુષને ચમકટ સમાન કહે છે.
કખેલકટ (ઊન આદિની કામળીને બંધ ઘણે જ વધારે હોય છે. એજ પ્રમાણે ગુરુ આર્દિકોમાં જેને પ્રતિબંધ ઘણે જ અધિક હોય છે એવા પુરુષને કમ્બલકટ સમાન કહેવામાં આવ્યું છે. આ સૂત્રમાં ગુર્નાદિક પ્રત્યેના અપ, બહે, બહુતર અને બહુતમ પ્રતિબન્ધની અપેક્ષાએ ચાર પુરુષ પ્રકાર બતાવવામાં આવ્યા છે, એમ સમજવું ૩રા | સૂ. ૧૩ .
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૩૯