________________
લક્ષણ તે આ પ્રમાણે કહ્યું છે –“બાપુતાનુપસ્થિર નિવે” તેથી એમ માનવું પડે છે કે “જેને નાશ નથી અને જેની ઉત્પત્તિ નથી એવા સ્થિર રૂપ વાળા પદાર્થમાં કોઈ પણ રીતે-કાળની અપેક્ષાએ અથવા દેશની અપેક્ષાએ–અર્થ કિયા હોતી નથી. તેથી નિત્યથી ભિન્ન એ જે ક્ષણિક પદાર્થ છે તેમાં જ અર્થ ક્રિયાકારિતા સંભવિત છે અને તેથી જ તેમાં સરવ વ્યવસ્થાપિત થાય છે. આ પ્રકારે સત્તવ અને ક્ષણિકત્તવની વ્યાપ્તિ સિદ્ધ થઈને સવક્ષણિવથી જ વ્યાસ સિદ્ધ થઈ જાય છે. આ પ્રકારે કહીને તે બૌદ્ધ પિતાના અભીષ્ટ સાધ્યને સિદ્ધ કરવામાં –પ્રદત્ત સત્વ હેતુની સિદ્ધિ કરવામાં સમય વ્યતીત કરે છે. તેથી સરવરૂપ હેતુ કાળયા નાકારી હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરાવવામાં અધિક સમય વ્યતીત કરનાર હોવાથી યાપક રૂપ હોય છે.
હવે “થાવા” સ્થાપક હેતુને અર્થ પ્રકટ કરવામાં આવે છે– હેતુ પોતાના સાધ્યની સાથે પ્રસિદ્ધ વ્યાપ્તિવાળ હોય છે, અને તે કારણે શીવ્રતાથી તેને સ્થાપક અથવા સમર્થન કરનારે હેય છે, એવા હેતુનું નામ
સ્થાપક હેતુ છે. જેમકે –“વવેત ચં વહિમાન ઘુમવત્ ” અથવા–“નિયા નિચારમાં વસ્તુ ટૂદતત્તવૈવ વતીચમાનમાવાત્ત” અહીં ધુમાડા અને અગ્નિની “ જ્યાં જ્યાં ધૂમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે કે આ રૂપે વ્યામિ પ્રસિદ્ધ છે. તેથી ધૂમરૂપ હેતુ પોતાના અગ્નિરૂપ સાધ્યને શીઘ્રતાથી સ્થાપક બને છે.
એ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય મનાય છે તેથી એ વાત શીવ્રતાથી સ્થાપિત થઈ જાય છે કે વસ્તુ નિત્યાનિત્યાત્મક છે. આ બન્ને હેતુ પોતાના સાધ્યને શીવ્રતાથી ગ્રહણ કરાવનારા હોવાથી તેમને બતાવવામાં સમર્થ હોય છે. તે કારણે આ પ્રકારના હેતુને સ્થાપક કહ્યો છે. અથવા–કોઈ એક ધૂર્ત પરિવ્રાજકે માયાભાવથી યુક્ત થઈને પ્રત્યેક ગામમાં પ્રત્યેક મનુષ્યની સમક્ષ એવી પ્રરૂપણ કરવા માંડી કે
લેકના મધ્ય ભાગમાં અર્પણ કરવામાં આવેલું દાન મહાફલ પ્રદાન કરનારૂં હોય છે, આ વાત કેવળ હું જ જાણું છું” ત્યારે તેની આ મિથ્યા પ્રરૂપણાને રોકવાને માટે કેઈ મુનિએ તેને આ પ્રમાણે કહ્યું “હ પરિવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧ ૦ ૩