________________
વડે ચાલીને બાંધીને લેકની સમક્ષ તે ચાલણી વડે કૂવામાંથી પાણી ખેંચ્યું. તે નગરના ત્રણ દરવાજાઓ શાસન દેવતાએ બંધ કરી દીધા હતા. સુભદ્રાએ ચાલી વડે કૂવામાંથી ખેંચેલા પાણીને તે ત્રણે દરવાજા પર છાંટયું અને પાણી છાંટતાની સાથે જ તે દરવાજા ઉઘડી ગયા. ત્યારે લેકેએ ફરીથી એવું અનુશાસિત કર્યું કે સુભદ્રા મહા શીલવતી છે.
આ દૃષ્ટાન્તમાં રજને કાઢવા રૂપ વૈયાવૃત્ય કરવા રૂપ ઉપનય પણ સંભવિત થાય છે, કારણ કે તે રજને કાઢવાથી જે નગરજનોએ તેની અનુશાસ્તિ કરી છે એટલા માત્રથી જ અહીં ઉપનય કરવામાં આવ્યું છે. આ રીતે અનભિમત અંશના ત્યાગથી અને અભિમત અંશના ગ્રહણથી તેમાં ઉપનય થાય છે એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું.
યુવા પ્રકારાન્તરની અપેક્ષાએ અનુશાસન જ ઉપાલંભ રૂપ છે. આ અનુશાસન જ્યાં કહેવાય છે તેને ઉપાલંભ કહે છે. તેનું નીચે પ્રમાણે દૃષ્ટાન્ત છે– મૃગાવતી નામની કોઈ એક સાધ્વી હતી. તે કે એક વખતે મહાવીર પ્રભુના સમવસરણમાં ગઈ હતી. ત્યાં સવિમાન ચન્દ્ર અને સૂર્યના પ્રકાશને લીધે તેને કાળનું ભાન ન રહ્યું. તેથી તે સમવસરણમાં ઘણી વાર સુધી બેસી જ રહી. ત્યાર બાદ જ્યારે તે ત્યાંથી ચાલી નીકળી ત્યારે “કરિ. ઘારોડY” “ ઘણો જ કાળ વ્યતીત થઈ ગયો-ખૂબ મોડું થઈ ગયું ” એવું સમજીને સંબ્રાન્ત ચિત્તવાળી બની ગયેલી તે સૌ સાધ્વીઓની સાથે આર્યા ચન્દનાની પાસે આવી ત્યારે તેમણે (આર્યા ચન્દનાએ) તેને એ ઠપકો આપે કે “આપના જેવી ઉત્તમ કુલેત્પન્ન સાધ્વીઓને માટે ઘણું જ અયુક્ત ગણાય.” આ દૃષ્ટાન્તમાં કાલાસિકમ રૂપ એકદેશતાના ગ્રહણની અપેક્ષાએ આહરણતદૃશતા છે.
પૃચ્છા ”–શું કર્યું? કેવી રીતે કર્યું? કેણે કર્યું? ઈત્યાદિ પ્રશ્નનું નામ પૃચ્છા છે. આ પૃચ્છા જેમાં વિધેય રૂપે ઉપદિષ્ટ હોય છે તેને પૃચ્છા કહે છે. જેમકે-શ્રેણિક રાજાના પુત્ર કેણિકે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે “હે ભગવન્! ચક્રવર્તી જે કામોને પરિત્યાગ કર્યા વિના મરણ પામે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩