________________
પશુપવિનાવિત્તિ ” પ્રત્યુપત્નને—તત્કાલે જાયમાન વસ્તુને વિનાશ જ્યાં વાગ્યરૂપ હોય છે તે દૃષ્ટાન્તને પ્રત્યુત્પનવિનાશી” કહે છે જેમકે કઈ ગુરુ વસ્તુવિશેષમાં શિષ્યની અશક્તિને જાણીને તેને દુષ્કર તપશ્ચરણ, વિહાર આદિમાં પ્રયુક્ત કરે છે. આમ કરવા પાછળ તેમનો એ ખ્યાલ હોય છે કે “ શિષ્યની અશક્તિનું કારણ મારે વિનષ્ટ કરવું જોઈએ ” આ પ્રકારે પ્રત્યુપત્નને વિનાશ કરવામાં સાધક હોવાથી તેમાં પ્રત્યુત્પન્ન વિનાશી જ્ઞાતતા હોય છે.
અથવા–“ આત્મા અમૂર્ત હોવાથી અકર્તા છે, ” આ અનુમાન દ્વારા આત્મામાં અકતૃત્વ સાધ્ય કરીને આ અકર્તવાપત્તિ રૂપ દેષને વિનાશ કર. વાને માટે જ્યારે એવું કહેવામાં આવે કે “આત્મા કદાચિત્ત (થોડા પ્રમાશુમાંમૂર્ત હોવાથી દેવદત્તની જેમ કર્તા જ છે. ” - ' આ પ્રકારના આ તત્કાલેન્ન અનુમાન વડે આત્માનું અમૂર્ત જે દૂર કરવામાં આવે છે તે પ્રત્યુત્પવિનાશિતાનું ઉદાહરણ છે. આ પ્રકારે અહીં સુધીમાં આહરણ દૃષ્ટાન્તના ચાર ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે.
આહરણતદેશના દષ્ટાન્તનું પ્રતિપાદન કરવામાં આવે છે. આહરણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) અનુશાસ્તિ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા અને (૪) નિશ્રાવચન જ્યાં સલ્લુણસંકીર્તન જ વિધેયતા રૂપે ઉપદિષ્ટ થાય છે તેનું નામ અનુશાસ્તિ છે જેમકે-જે ગુણવાન હોય છે તે અનુશાસનીય હોય છે. આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે દષ્ટાન્ત છે–
ચંપા નગરીમાં કેઈ એક સમયે એક જિનકલ્પિત મુનિ ગોચરી કરવા નિમિત્તે ફરતા ફરતા સુભદ્રા શેઠાણીને ત્યાં પધાર્યા. તેમની આંખમાં ૨જ (કણ) પડવાને કારણે તેમાંથી આંસું નીકળી રહ્યા હતાં. સુભદ્રાએ પિતાની જીભના ટેરવા વડે તેમની આંખમાંથી તે રજને કાઢી નાખી, પણ રજ કાઢતી વખતે તેના લલાટને કંકુને ચાંલે મુનિના કપાળમાં લાગી ગયો. મુનિના કયા ળમાં તે નિશાન જોઈને લેકેમાં તેમના શીલભંગની ચર્ચા ચાલવા માંડી. આ શીલભંગની વાત ખોટી છે એ સાબીત કરવાને માટે સુભદ્રાએ કાચા સૂતર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૯ ૨