________________
કારણ કે સિદ્ધાન્તનું શ્રવણ શ્રેતાને શ્રુતજ્ઞાનને લાભ આપવામાં કારણભૂત બને છે, તેથી તે સિદ્ધાતશ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રુતજ્ઞાન વિજ્ઞાન ફળવાળું હોય છે, કારણ કે વિશિષ્ટ જ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ શ્રેતાને શ્રત દ્વારા જ થાય છે. હેય અને ઉપાદેય ભૂત પદાર્થોના વિવેચનરૂપ વિશિષ્ટ જ્ઞાન શ્રતજ્ઞાનથી જ લભ્ય બને છે-અન્યજ્ઞાનથી લભ્ય થતું નથી, કારણ કે તે શ્રતજ્ઞાન જ વિજ્ઞાનનું ઉપાદક બની શકે છે. જીવ જ્યારે વિજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પ્રત્યા
ખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન કરવા એટલે ત્યાગવાકય દ્વારા વસ્તુને છોડવી. પ્રત્યાખ્યાનનું ફલ નિવૃત્તિરૂપ હોય છે, કારણ કે હેય અને ઉપાદેયના વિવેચક વિજ્ઞાન દ્વારા પાપપ્રત્યાખ્યાનને સદ્ભાવ થાય છે પ્રત્યાખ્યાન સંયમરૂપ
લવાળા હોય છે. પ્રાણાતિપાત આદિ કિયા કરતા વિરમવું તેનું નામ સંયમ છે. કહ્યું પણ છે કે –“વવારસવાદિરમાં” ઈત્યાદિ–
પ્રત્યાખ્યાન” સંયમરૂપ ફલવાળું હોય છે ” આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–જેણે પ્રત્યાખ્યાન કર્યા છે એવા જીવમાં જ સંયમને સદૂભાવ હોય છે. સંયમ અનાસ્તવ ફળવાળે હોય છે-એટલે કે તે આત્મામાં પ્રવેશતાં કર્મ સમૂહને નિરોધ કરનારે હોય છે. સંયમના પ્રભાવથી નવા કર્મો આત્માની પાસે આવી શક્તા નથી–તેમનું આગમન જ અટકી જાય છે, કારણ કે સંયમને સ્વભાવ જ એ છે કે તે પિતાના આરાધકને નૂતન કર્મોનું ઉપાદાન કરવામાંથી બચાવી લે છે. આસવથી રહિત થવાથી તરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, કારણું કે જ્યાં અનાસ્ત્રવની સ્થિતિ હોય છે, ત્યાં તપને પણ સભાવ હોય છે. અનાસવયુક્ત જીવ હળુકર્મી હોવાથી તપસ્વી બની શકે છે, પૂર્વકૃત કર્મોનું વલન (નાશ) થી તેનું નામ વ્યવદાન છે. કર્મની નિર્જરા થવી એટલે કર્મરૂપી કચરાની સફાઈ થવી, એ અર્થ થાય છે, કારણ કે “તાણા શીરે
” તપથી કર્મોને ક્ષય થાય છે,” એવું આગમવચન છે. આ વ્યવદાનરૂપ ફલવાળું તપ હોય છે. તપના પ્રભાવથી સંચિત કર્મોને નાશ થાય છે, તેથી જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
७७