________________
અનુગામિક અશુભાનુબંધ હોય છે. હવે તે અહિતકારી સ્થાને ના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે-(૧) જનતા (આર્તનાદ કરે તે), (૨) કર્ક રણુતા–વસવાટનું સ્થાન, ઉપાધિ આદિના દેને પ્રકટ કરતે બકવાદ કરે તેનું નામ કર્ક રણુતા છે. અને (૩) અપધ્યાનતા-આરૌદ્રધ્યાન કરવું તેનું નામ અપધ્યાનતા છે. પરંતુ આ ત્રણ સ્થાન કરતાં વિપરીત વૃત્તિ રાખવાથી નિરાશેન હિત થાય છે, તેમને સુખની પ્રાપ્તિ થાય છે, તેમના ક્ષમાગુણની વૃદ્ધિ થાય છે, તેમનું શ્રેય (કલ્યાણ) થાય છે, અને અનુગામિકતા (શભા. બન્ય) રૂપે કાલાન્તરે તે તેમની સાથે જાય છે. “તમો સઈત્યાદિ
નિર્ગોએ આ ત્રણ શલ્યને પરિત્યાગ કર જોઈએ-જેના દ્વારા જીવને હાનિ ( તકલીફ) પહેચે છે તેનું નામ શધ છે. આ શલ્યના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ કહ્યા છે. બાણ આદિને દ્રવ્ય-શલ્ય કહે છે, અને ભાવની અપેક્ષાએ માયા, નિદાન અને મિથ્યાત્વના ભેદથી ત્રણ પ્રકારના શક્ય છે. શલ્યની જેમ (છોડવામાં આવેલા પ્રાણના અગ્રભાગની જેમ) બાધક (પીડાકારક) હોવાને કારણે મિથ્યાદર્શનને શયરૂપ કહેવામાં આવ્યું છે. અનિંદ્ય, અનશન, બ્રહ્મચર્ય આદિ તપનું સેવન કરતાં કરતાં દેવદ્ધિ આદિની પ્રાપ્તિની કામના કરવી તેનું નામ નિદાન છે. આ નિદાન પણ જીવને શલ્યની જેમ દુઃખદાયક નિવડે છે. મિથ્યાદર્શન પણ જીવની પરિણતિને સુધરવા દેતું નથી–આત્મસ્થ થવા દેતું નથી–યથાર્થ શ્રદ્ધાને રોકે છે, તેથી તે પણ શલ્યની જેમ જીવને માટે સદા દુઃખદાયક જ હોવાથી તેને મિથ્યાદર્શન શધ કહેવામાં આવ્યું છે. નિર્ચ ને જે કારણોને લીધે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ત્રણ કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે-“તીથુિં ઢાળે ” ઈત્યાદિ
શબ્દાદિક વિષયેમાંથી જે વિશ્રામ (વિરામ) પ્રાપ્ત કરે છે એટલે કે શબ્દાદિક વિષયોને જે પરિત્યાગ કરે છે, અથવા તપસ્યા કરે છે તેને મુનિ પડે છે. શ્રમણ નિગ્રંથ આ ત્રણ ક્રિયાવિશેષાચરણરૂપ કારણોને લીધે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યાવાળા હોય છે. અહીં શ્રમણની સાથે જે નિર્ચ થપદનો પ્રયોગ કરાવે છે તે એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ દ્રવ્યગ્રંથિ અને ભાવગ્રંથિથી રહિત હોય છે, તેને જ સાચે શ્રમણ કહેવાય છે. એ શ્રમણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૮