________________
ત્રણ કારણે નીચે પ્રમાણે છે-(૧) તે દેશમાં-મગધાદિ દેશમાં કે તેના એક ભાગમાં ઉદક (પાણી) ના પરિણામ કારણભૂત–ઉદક ઉત્પાદન સ્વભાવરૂપ અનેક અપકાયિક જીવો તથા અપૂકાયેત્પાદક પુદ્ગલ સ્કન્ધ ઉદક રૂપે ઉત્પન્ન થતા નથી, અન્ય યોનિમાંથી ઉદક રૂપમાં આવવાને માટે નીકળ્યા હોતા નથી, અથવા ક્ષેત્રસ્વભાવથી ત્યાં ઉત્પન્ન થયા નથી. (૧) વૈમાનિકે, તિષ્ક, નાગકુમારાદિ ભવનપતિઓ, યક્ષરૂપ વ્યન્તર વિશેષ વગેરેની ત્યાં સારી રીતે આરધના હોતી નથી. વરસાદ વરસાવવામાં આ દેવની પ્રવૃત્તિને સદ્ભાવ જરૂરી ગણાય છે. જે મગધાદિ દેશમાં તેમની આરાધના સારી રીતે ન થતી હોય તે આ દે મગધાદિ દેશમાં વરસવાને પ્રવૃત્ત થયેલા ઉદકપ્રધાન પુદ્દલ સમૂહને-મેઘને ત્યાંથી બંગાળા, અંગદેશ આદિ દેશમાં લઈ જાય છે. મેઘને, ચમકતી વિજળીને અને મેઘની ગર્જનાને સાંભળીને લેકે એવા ભ્રમમાં પડે છે કે હમણાં જ વરસાદ વરસવા માંડશે, પણ ઉપર્યુક્ત કારણે તેમની તે માન્યતા ઠગારી નિવડે છે. કેટલીકવાર પ્રચંડ પ્રવચનને લીધે વરસાદ વરસાવનારાં વાદળાઓ આમ તેમ વિખરાઈ જવાને લીધે પણ વરસાદ પડતા નથી. આ પ્રકારના ત્રણ કારણોને લીધે અલ્પવૃષ્ટિકાય (ઓછો વરસાદ અથવા અનાવૃષ્ટિ) થાય છે. મહાવૃષ્ટિકાયસૂત્ર “તીટિંગ ઇત્યાદિ રૂપ છે. અલ્પવૃષ્ટિકાયના સૂત્ર કરતાં આ સૂત્ર બિલકુલ વિપરીત અર્થ. વાળું છે. ત્યાં અપવૃષ્ટિના જે ત્રણ કારણે કહ્યાં છે, તેમના કરતાં મહાવૃષ્ટિના વિપરીત કારણે કહ્યા છે. પુષ્કળ માત્રામાં વરસતા વૃષ્ટિકાયને મહાવૃષ્ટિકાય કહે છે. મહાવૃષ્ટિકાયમાં પુષ્કળ અપૂછવનિકાય રહે છે. મહાવૃષ્ટિ ક્યારે થાય છે? ઉપર્યુક્ત દેવની જયારે સમ્યફ આરાધના કરવામાં આવે છે, ત્યારે અન્ય દેશમાં જવાને પ્રવૃત્ત થયેલા મેઘને તેઓ પોતાની જ્યાં સમ્યફ આરાધના થતી હોય એવા દેશમાં લઈ જઈને વરસાવે છે. વળી વાયુકાયરૂપ પ્રચંડ પવન તે વાદળાઓને બીજે થાને લઈ જવાને બદલે ત્યાં જ રહેવા દઈને પુષ્કળ વરસાદ વરસાવવામાં મદદરૂપ બને છે. સ. ૫૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪૪