________________
એમાંથી જ જીવની ગતિ થાય છે. (૧) ઉર્ધ્વદિશામાંથી, (૨) અદિશામાંથી અને (૩) તિર્યદિશામાંથી. એ જ પ્રમાણે આગતિ, વ્યુત્કાન્તિ, આહાર, વૃદ્ધિ, નિદ્ધિ, ગતિપર્યાય, સમુદ્રઘાત, કાલસંયોગ, દર્શનાભિયોગ, જ્ઞાનાભિગમ અને જીવાભિગમ, આ બધું પણ દિશાઓને અનુસાર જ થાય છે.
આ ત્રણ દિશાઓમાંથી જ જીવોના અજવાભિગમ કહા છે. એ જ પ્રમાણે મનુષ્ય અને તિર્યની ગતિ, આગતિ આદિના વિષયમાં પણ સમજવું. ટીકાર્થ–સમસ્ત દ્રવ્ય આકાશમાં પ્રતિષ્ઠિત (વિદ્યમાન) છે, તેથી અહીં વાયુને આકાશ પ્રતિષ્ઠિત કહ્યો છે. વાત પદ દ્વારા અહીં તનુવાત અને ઘનવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. આકાશ કઈ અન્ય દ્રવ્યને આધારે રહેલું નથી, કારણ કે તે સૌથી મોટું છે, તે પિતાને આધારે જ રહેલું છે. તેથી સૂત્રકારે તેના આધાર વિષે અહીં કંઈ પણ કહ્યું નથી. પહેલા તનુવાત છે અને તેની ઉપર ઘનવાત છે. તે ઘનવાત તમસ્તમાં આદિ જે સાત નારકો છે તેમના આધારરૂપ છે. તેથી તે તેમની નીચે રહેલો છે અને અત્યન્ત દાનરૂપ–પિડીભૂત છે. આ ઘનવાતને આશ્રિત જે ઉદધિ છે તેનું નામ ઘનેદધિ છે. તે ઘનેદધિ હિમશિલાની જેમ પાણીના નિચય ( ભંડાર) રૂપ છે. આ ઘનેદધિને આશ્રિત તમસ્તમા આદિ નરકે છે. જો કે “આકાશ પ્રતિષ્ઠિત ઈષ~ામ્ભારા પૃથ્વી » ઈત્યાદિ કમથી પણ લેકસ્થિતિનું કથન કરી શકાય છે, છતાં પણ “આકાશ પ્રતિષ્ઠિત વાયુ” ઈત્યાદિ કમથી જે લેકસ્થિતિ કહેવામાં આવી છે તે એ અભિપ્રાયથી જ કહી છે કે અધે ભાગથી લઈને શરૂ કરીને) જ લેકસ્થિતિ હોય છે.
- હવે સૂત્રકાર દિશાઓને અનુલક્ષીને ગતિ, આગતિનું નિરૂપણ કરવા નિમિત્તે ૧૪ સૂત્રોનું કથન કરે છે. તે સૂત્રે આ પ્રમાણે છે–
તો ફિલ ” ઈત્યાદિ.
અમુક વસ્તુ પૂર્વ આદિમાં છે એવું જેને કારણે કહેવાય છે, તેનું નામ દિશા છે. તેના ત્રણ ભેદ નીચે પ્રમાણે છે-(૧) ઉર્વદિશા, (૨) અદિશા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૯