________________ સંયમકે સ્વરૂપકા નિરૂપણ રવિ સંમે gm ઈત્યાદિ સૂત્રાથ-સંયમના ચાર પ્રકાર છે–(૧) મનઃસંયમ, (2) વાસંયમ, (3) કાય સંયમ અને (4) ઉપકરણ સંયમ. ટીકાર્થ–સાવદ્ય વ્યાપાર ( પ્રવૃત્તિ) થી વિરતિનું નામ જ સંયમ છે. અશુભ ભાવોના ચિન્તનથી મનને દૂર રાખવું અને ધર્મધ્યાન આદિમાં તેને લીન કરવું તેનું નામ મનઃસંયમ છે. સાવદ્ય વ્યાપારમાંથી વચનને દૂર રાખીને શભ વ્યાપારમાં પ્રવૃત્ત કરવા તેનું નામ વાકુસંયમ છે. અતિચાર અ દિ સાવવા વ્યાપારથી શરીરને દૂર રાખવું અને નિરતિચાર વ્યાપારમાં પ્રવૃત્ત કરવું તેનું નામ કાયસંયમ છે. બહુમૂલ્ય વસ્ત્રાદિકને ધારણ કરવાને પરિત્યાગ કરે તેનું નામ ઉપકરણ સંયમ છે. જે સૂ. 74 છે અકિંચનકે સ્વરૂપના નિરૂપણ ત્યાગનિરૂપણ—“1sfજે વિચાu Tuo" ઈત્યાદિ– સૂત્રાર્થ-ત્યાગના ચાર પ્રકાર છે--(૧) મનત્યાગ, (2) વચનત્યાગ, (3) કાયત્યાગ અને 4 ઉપકરણ ત્યાગ. ટીકાર્થ- સાનિક સાધુઓને વસ્ત્રાદિક દેવા તેનું નામ ત્યાગ છે. ત્યાગ શબ્દથી અહી દાનનું ગ્રહણ થયું છે. સાંગિક સાધુઓને મનથી વસ્ત્રાદિક અર્પણ કરવા તેનું નામ મનત્યાગ છે. એ જ પ્રમાણે વાત્યાગ આદિ વિષે પણ સમજવું જોઈએ. એ સૂ, 75 છે “રબ્રિણ વિજળવા Youત્તા " ઈત્યાદિ-- સૂત્રાર્થ–અકિંચનતાના ચાર પ્રકાર છે–(૧) મનઃ અકિંચનતા, (2) વાગકિંચનતા (3) કાયાકિચનતા અને (4) ઉપકરણકિંચનતા. ટીકાઈ–ધર્મોપકરણ સિવાયની બીજી કોઈ પણ વસ્તુઓ જેમની પાસે નથી તેઓ અકિંચન છે-નિપરિગ્રહી છે. અકિંચનપણને જ અકિંચનતા કહે છે. મનની અપેક્ષાએ જ અકિંચનતા છે તેને મનઃ અકિંચનતા કહે છે. એ જ પ્રમાણે વાગાદિની અકિંચનતા વિષે પણ સમજવું. સ. 76 છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગસૂત્ર " ની સુધાટીકાના ચેથા સ્થાનને બીજે ઉદ્દેશક સમાપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : 02 31 3