________________
રતિકર પર્વત કા વર્ણન
“ છોરીસરવરસ નું ટ્રીયસ પત્રાઇવિવર્મ્સ ” ઈત્યાદિ
ટીકા-ચક્રવાલ વિકલવાળા વલયાકારના નન્દીશ્વર દ્વીપના બહુમધ્યદેશ ભાગમાં ચાર રતિકર પર્વતે કહ્યા છે, તે પવતા દેવાના ક્રીડાસ્થાન છે. ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય કોણમાં એક એક રતિકર પર્વત છે, તે પતા એક હજાર ચેાજન ઊંચા છે, તેમનેા ઉદ્વેષ પણ એક હજાર ચેાજન છે. તેઓ ઝાલરના જેવા આકારનાં છે, ઝાલર એક વાદ્યવિશેષ છે. તેમના વિષ્કભ ૧૦ હજાર ચેાજનના અને પરિધિ ૩૧૬૨૩ ચૈાજનની છે. તે સ્વચ્છ આકાશ અને સ્ફટિકમણિ સમાન નિર્મળ છે, તેએ લઘુ, ધૃષ્ટ, મૃ ઇત્યાદિ પ્રતિરૂપ પર્યંતનાં વિશેષણેાથી યુક્ત છે. ૬૫ માં સૂત્રામાં તે વિશેષણે અથ સહિત આપવામાં આવ્યાં છે.
ઇશાન કાણુમાં જે રતિકર પર્યંત આવેલે છે તેની ચારે દિશાએમાં દેવેન્દ્ર દેવરાજ ઇશાનની કૃષ્ણાદિક ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાની આવેલી છે, તે જમૂદ્રીપની ખરાબર છે તે રાજધાનીઓનાં નામ આ પ્રમાણે છે - નદાત્તરા, નન્દા, ઉત્તરકુરુ અને દેવકુરુ. ચાર અગ્રમહિષીઓનાં નામ આ પ્રમાણે છે—કૃષ્ણા, કૃષ્ણરાત્રિ, રામા અને રામરક્ષિતા. અગ્નિકાણમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકની પદ્મા, શિવા, સતી અને અજૂ નામની અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે. તે રાજધાની જબુદ્રીપ પ્રમાણે છે અને તેમનાં નામ શ્રમણા, સૌમનસા, અર્ચિર્માલિની અને મનારમા છે. નૈૠત્ય કાણુમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકની અમલા, અપ્સરા, અપ્સરાનામિકા નામની અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે. તે રાજધાનીએ જબુદ્વીપ જેટલાં જ પ્રમાણવાળી છે. તેમનાં નામ આ પ્રમાણે છે-ભૂતા, ભૂતાવત'સા, ગેાસ્તૂપા અને સુદર્શના છે. વાયવ્ય કાણુમાં જે રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનની વસ્તુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા નામની ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ આવેલી છે તેમનાં નામ આ પ્રમાણે છે—રત્ના, રત્નેશ્ર્ચયા, સરના અને રત્નસંચયા. તે રાજથાનીએ પણ જમૂદ્રીપ જેટલા જ વિસ્તારવાળી છે. ! સૂ. ૭૧ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૧૧