________________
જઉં ” આ પ્રકારના પ્રશ્ન સાથ્વીને પૂછનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતે નથી. (૨) એ જ પ્રકારની પરિસ્થિતિ સાધ્વીને માટે ઊભી થઈ હોય ત્યારે સાધ્વીજીને માર્ગ બતાવવા માટે વાતચીત કરવામાં પણ જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. (૩) તે સાધ્વીજીને કેઈક તેવું કારણ હોય તે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર આપી દેવામાં, અને (૪) કેઈ ગૃહસ્થ પાસે અપાવી દેવામાં પણ તે જિનાજ્ઞાનું ઉલ્લંઘનકર્તા થતું નથી. છે . પર છે
તમસ્કાયકે સ્વરૂપકા નિરૂપણ
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કેઈ નિગ્રંથ સાધુ જે તમસ્કાયને “તમ” કહે છે, તે તેના દ્વારા ભાષા સમિતિનું ઉલ્લંઘન થયું ગણાતું નથી. “ રહ્યાણ of રારિ નામના” ઈત્યાદિ–
- તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે–(૧) તમ, (૨) તમસ્કાય, (૩) અંધકાર અને (૪) મહાન્ધકાર. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ પણ કહ્યાં છે– (૧) લોકાન્યકાર, (૨) લેકતમ, (૩) દેવાન્તકાર અને (૪) દેવતમ. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ પણ કહ્યાં છે--(૧) વાતપરિઘ, (૨) વાત પરિઘ ક્ષોભ, (૩) દેવારણ્ય અને (૪) દેવબૃહ. તમસ્કાય ચાર કલપને આવૃત કરીને ઘેરીને) રહેલે છે-(૧) સૌધર્મને, (૨) ઈશાનને, (૩) સનકુમારને અને (૪) માહેદ્રને.
આ સૂત્રનો ભાવાર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–અપૂકાયના પરિ. ણામ રૂપ જે અંધકાર છે તેનું નામ “તમ” છે, તે તેમના સમૂહને તમસ્કાય કહે છે. આ સમસ્કાય આ મધ્ય જંબુદ્વીપની બહારના તિર્યંન્ગ ( તિર્યશ્લેકવર્તી) અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી જે અરુણુવર દ્વીપ આવે છે તેની બાહ્ય વેદિકા સુધીના ભાગથી ૪૨ હજાર જન પર્યન્ત અરુણુવર સમુદ્રને અવગાહિત કરીને જળની ઉપરીતની સપાટીથી ૧૭૨૧ સત્તરસે એકવીસ જન સુધી સમ દિવાલના આકારના વ્યાપ્ત થઈને વલયાકારે તિર્યક્ર ફેલાયેલ છે. તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર આ ચારે કોને આવૃત્ત (આચ્છાદિત) કરીને બ્રહ્માલેક કલ્પના ત્રીજા અરિષ્ટ વિમાન પ્રસ્તર સુધી ફેલાયેલું છે.
આ અપકાર રૂપ તમના જે ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–“તમ” આ નામ તમે રૂપ હોવાને કારણે પડ્યું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું
આ પ્રકારે તમ, તમસ્કાય, અન્ધકાર અને મહાન્વકાર આ ચાર નામ તમસ્કાયની તમે માત્ર રૂ૫તાના જ પ્રતિપાદક છે. તથા કાન્યકાર આદિ જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૭૦