________________
પરલોકસંવેદની–પરલેકથી અહીં દેવભવ આદિ ગૃહીત થયેલ છે. આ પરલોકના સ્વરૂપને પ્રકટ કરનારી જે કથા છે તેને “ પરલોકસંવેદની કથા કહે છે. જેમકે “દેવે પણ અસૂયા, ઈર્ષ્યા, સ્પર્ધા, ભય, વિયેગ, ક્રોધ, શેક, મોહ, મદ આદિ દુખેથી અભિભૂત છે, તે તિર્યગાદિના દુઃખની તે વાત જ શી કરવી ! ” આ પ્રકારની કથાને પરલોક સંવેદની કથા કહે છે.
આત્મશરીર સંવેદની–જે કથા આત્મશરીરની (સ્વ શરીરની) અશુચિતાના નિમિત્તોને પ્રકટ કરતી હોય તે કથાને આત્મશરીર સંવેદની કહે છે.
વહેલા નવમળ દ્વારથી જે અશુચિ વધારે ઘાડી બની છે, અશુચિ દ્વાર માંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે, તેથી તે પોતે જ અપવિત્ર છે, ” એવું કથન જે કથામાં થાય છે તેને “આત્મશરીર સંવેદની” કથા કહે છે આ કથનનું તાત્પર્ય એ છે કે આ દેહ દરેક રીતે અપવિત્ર-અશુચિ અને કલુષિત બનેલા સ્વરૂપવાળો છે. તેની ઉત્પત્તિના જે કારણે છે તે કારણે જ અશુચિ યુક્ત અને અપવિત્ર છે. માતાના અપવિત્ર યોનિદ્વારમાંથી તે નીકળે છે. એવા અપવિત્ર શરીરના મેહમાં પડીને જે જીવ પુરુષાર્થ સાધન દ્વારા મેક્ષ સાધનભૂત સમ્યગ્દર્શનાદિકના સેવનથી વંચિત જ રહે છે, તે મોટી ભૂલ કરતે હોય છે. આ પ્રકારે આત્માને દેહનું સ્વરૂપ બતાવનારી જે કથા છે તેને આત્મશરીર સંવેદની કથા કહે છે.
એ જ પ્રમાણે “પરશરીર સંવેદની ” કથા વિષે પણ સમજવું. “જેમ આપણાં શરીર સાથે થયેલાં પ્રતિકૂળ વ્યવહારથી આપણને અશાનિ થાય છે, એ જ પ્રમાણે અન્યના શરીર સાથે પ્રતિકૂળ વ્યવહારથી તેને પણ અશાન્તિ થાય છે, આ પ્રકારની વાતનું પ્રતિપાદન કરનારી કથાને પરશરીર સંવેદની કથા કહે છે. “frળી વદિવા” ઈત્યાદિ
- નિર્વેદિની કથા ચાર પ્રકારની કહી છે, જેમકે.ચેરી આદિ જે પાપકર્મ જીવ આલેકમાં કરે છે, તેનું ફળ આ લેકમાં પણ પ્રાપ્ત કરે છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૧