________________
લેવાય છે તેને અપાત પ્રવજ્યા કહે છે. ધર્મની દેશના દઈને જે દીક્ષા અપાય છે તેને અથવા ગુરુના કહેવાથી જેને દીક્ષા આપવામાં આવે છે, તે દીક્ષાને
આખ્યાત પ્રત્રજયા ” કહે છે. અંગાર એટલે સંકેત સંકેત કરીને મેતાર્ય આદિની જેમ જે દીક્ષા આપવામાં આવે છે અથવા ગ્રહણ કરવામાં આવે છે તે દીક્ષાને “સંગાર પ્રત્રજ્યા” કહે છે. અથવા “ તમે દીક્ષા લે તે હું પણ દીક્ષા લઉં,” આ પ્રકારના સંકેતપૂર્વક જે પ્રત્રજ્યા ગ્રહણ કરાય છે, તે પ્રત્રહત્યાને “ સંગાર પ્રવજ્યા ” કહે છે. જે સૂ. ૩૪
પૂર્વોક્ત પ્રત્રજ્યાવાળા નિર્ચ થે હોય છે, તેથી હવે સૂત્રકાર નીચેનાં બે સૂત્રો દ્વારા નિગ્રંથનું કથન કરે છે તો ચિંતા » ઈત્યાદિ– સૂત્રાર્થ–જે નિર્ચ થે આહારાદિની અભિલાષા રૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી, એવાં તે નિર્ગથેના પુલાક નિગ્રંથ અને સ્નાતક આદિના ભેદથી ત્રણ પ્રકાર છે. તથા જે નિગ્રંથ આહારાદિની અભિલાષારૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે અને તે પ્રકારની સંજ્ઞાના અભાવરૂપ અસંજ્ઞામાં ઉપયુક્ત હોય છે, એટલે કે સંજ્ઞા અને અસંજ્ઞા એ બન્નેમાં સંકીર્ણ સ્વરૂપવાળા હોય છે એવાં નિગ્રંથ પણ ત્રણ પ્રકારના હોય છે-(૧) બકુશ, (૨) પ્રતિસેવનાકુશીલ અને (૩) કષાયકુશીલ
ટીકાર્થ–બાહી અને આભ્યન્તર પરિગ્રહને જેમણે તત પરિત્યાગ કર્યો હોય છે તેમને નિગ્રંથ કહે છે. તે નિર્ચ થે માંના કેટલાક નિર્ચ થે એવાં હોય છે કે જેઓ આહારાદિની સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી. એટલે કે તેઓ પૂર્વોપભુક્ત આહા. રાદિના વિચારમાં અથવા અનાગત (ભવિષ્યના) આહારની ચિન્તામાં ઉપયુક્ત હેતા નથી. એવાં આહારાદિ સંજ્ઞામાં અનુપયુકત નિર્ચ થના પુલાક આદિ ત્રણ પ્રકાર પડે છે. જે નિગ્રંથ વિશિષ્ટ લબ્ધિસંપન્ન હોય છે તથા સંયમ પ્રત્યે જેમને વિશેષ અનુરાગ નથી, તે નિગ્રન્થને પુલાક કહે છે.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પુલાક નિગ્રંથ ઉત્તરગુણેનું ઉત્તમ રીતે પાલન કરતા નથી એટલું જ નહી પણ તેઓ મૂલગુણામાં પણ પૂર્ણતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨