________________
ગૃહીત થયા છે, જેને દુર્ગતિમાં પડતાં જે બચાવે છે, તે ધર્મ છે.
- સાવદ્ય કર્મોથી (પાપયુક્ત કાર્યોથી ) વિરતિ થવી તેનું નામ “યમ” છે, તે યમનું નામ જ “યામ” છે. જેમાં ચાર કામ હોય તેને ચાતુર્યામ કહે છે. ચાર મહાવ્રત રૂ૫ યામ જ ચાતુર્યામ છે, એવું જે ગ્રહણ કરવામાં આવે છે તેનું નામ આદાન છે. એવું આદાન પરિગ્રાહ્ય ( ગ્રહણ કરવા ગ્ય) પદાર્થ છે. આ રીતે ધર્મોપકરણ પણ આદાનમાં આવી જાય છે, તેથી આદાનમાં તેને પરિગ્રહીત નહી કરવાને માટે જ “રદ્ધિ પદ મૂકવામાં આવ્યું છે. ધર્મોપકરણ સિવાયના પદાર્થોનું જે આદાન છે તેને “બહિદ્વાદાન” બહિરાદાન કહે છે. તેના ગ્રહણને ચતુર્યામ ધર્મમાં નિષેધ કર્યો છે. મિથુનને પરિગ્રહમાં જ સમાવી લીધું છે, કારણ કે અપરિગ્રહીત સ્ત્રી ભાગ્ય હોતી નથી, તેથી સ્ત્રીને પણ ધર્મોપકરણ સિવાયની વસ્તુઓમાં સમાવેશ થાય છે, તે કારણે સ્ત્રીને પણ છેડવા યોગ્ય કહી છે. આ રીતે તેમાં પ્રત્યાખ્યયતા સિદ્ધ થતી હેવાથી તેને પ્રત્યાખ્યાન કરવાના સ્વતંત્ર પ્રયાસની આવશ્યકતા રહેતી નથી, કારણ કે પ્રાણાતિપાત વિરમણ આદિ ચાર યામમાં જે પરિગ્રહ વિરમણ નામનું ચોથું વ્રત છે તેમાં મૈથુન વિરમણને પણ સમાવેશ થાય છે. આ રીતે પ્રાણાતિપાત વિરમણ આદિની ચતુર્વિધતાને લીધે ધર્મમાં ચતુર્યામતા જ છે. “વેણુ” ઈત્યાદિ. અહીં “ખલુ” શબ્દ વાક્યાલંકારમાં વપરાયે છે. સમસ્ત મહાવિદેહમાં અહંન્ત ભગવોએ આ ચતુર્યામ ધર્મની જ પ્રરૂપણ કરી છે, એ જ વાત “સર્વેમાWitતવાતાદુ વિરમગમ” થી લઈને
વહિવત્તામિળg” અહીં સુધીના સૂત્રપાઠ દ્વારા ફરી પ્રકટ કરી છે. પહેલા અને છેલ્લા તિર્થંકર સિવાયના બાવીસ તિર્થંકરોએ અને મહાવિદેહના તીર્થ કરે એ ચાતુર્યામ ધર્મની પ્રરૂપણ કરી છે, પરંતુ પહેલા તીર્થકર આદિનાથ અને છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુએ પંચયામ ધર્મની પ્રરૂપણા કરી છે. એવી આ જે પ્રરૂપણ છે તે શિષ્યની અપેક્ષાએ સમજવી જોઈએ, વાસ્તવમાં તે સઘળા તીર્થકરોએ પંચયામ ધર્મની જ પ્રરૂપણું કરી છે. કારણ કે પહેલા તીર્થકરના સાધુ અજુ જડ હતા, એટલે કે તેઓ પ્રકૃતિની અપેક્ષાએ જજુ (ભદ્ર-સરળ) હતા પણ બુદ્ધિની અપેક્ષાએ જડ (મંદ બુદ્ધિવાળા) હતા, તે કારણે તેમને ધર્મને અવધ થ દુર્લભ હતે. અન્તિમ તીર્થ”. કરના સાધુએ પ્રકૃતિની અપેક્ષાએ વક અને બુદ્ધિની અપેક્ષાએ જડ હતા, તેથી તેમને માટે પણ ધર્મપાલન દુષ્કર હતું. પરંતુ વચ્ચેના અજિતાદિ ૨૨.તીર્થકર ભગવન્તના સાધુઓ અજુ પ્રકૃતિવાળા અને તીવ્ર બુદ્ધિવાળા એટલે કે જુપ્રાજ્ઞ હતા. તેથી તેમને માટે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય તથા ધર્મ પાલનનું કાર્ય સુલભ હતું. તેથી જ ધર્મના બે પ્રકાર પણ કહ્યા છે-(૧) ચતુર્યામ ધર્મ અને (૨) પંચયામ ધર્મ. કહ્યું પણ છે કે-“પુરિમા ઉg ” ઈત્યાદિ સૂ. ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૨૪