________________
છે “કુટિલ માર્ગથી શરીરને વિમુખ કરવું અને તેને યથાર્થ માગે લઈ જવું તેનું નામ કાયઋજુતા છે.” ! ૧
સત્ય ભાષામાં પ્રવૃત્ત થવું-સત્ય બોલવું તેનું નામ ભાષાજુક્તા છે. ૨
પદાર્થોનું ચિન્તન જેની મદદથી કરવામાં આવે છે તેનું નામ ભાવ (મન) છે. તે ભાવ અથવા મનની જે સરલતા છે તેને ભાવઋજુતા કહે છે. તે ભાવ જુકતા મનની શુદ્ધ પ્રવૃત્તિરૂપ હોય છે. ૩ .
અનાગ (અજ્ઞાન) આદિ કારણોને લીધે ગાય આદિને અશ્વાદિ કહી દેવામાં આવે–આ પ્રકારની વિસંવાદિતાનું નામ વિસંવાદના છે. અથવા કઈ કાર્ય કરી આપવાનું સ્વીકારીને, તે કાર્ય ન કરી આપવું તેનું નામ વિસંવાદના છે. આ પ્રકારની વિસંવાદનાને અભાવ , તેનું નામ અવિસંવાદના છે. આ અવિસંવાદનાના પેગ (સંબંધ) ને અવિસંવાદના પેગ કહે છે. ૪
હવે મૃષાવાદના ચાર ભેદોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– (૧) કાયાનજુક્તા–શરીરની જે અનુજુકતા (અસરલતા) હોય છે તેને કાયા નૃજક્તા કહે છે. કુટિલ કાર્યોમાં પ્રવૃત્ત થવું અને શરીરથી અયથાર્થ પ્રવૃત્તિ કરવી તેનું નામ કાયાનુજક્તા છે. (૨) અસત્ય વચનને ભાષા અનુજુકતા કહે છે-વચનની અયથાર્થનું બંધ કરવાની જે પ્રવૃત્તિ થાય છે તેનું નામ ભાષા અનુજુકતા છે. (૩) અયથાર્થ પદાર્થનું ચિન્તન કરવા રૂપ મનની જે પ્રવૃત્તિ થાય છે તેને ભાવ અનુજુતા કહે છે. (૪) પ્રતિજ્ઞાત અર્થનું પાલન ન કરવું તેનું નામ વિસંવાદનાગ છે. જેમકે “હું તમારું આ કાર્ય કરી દઈશ” આ પ્રકારનું વચન આપ્યા પછી તે વચનનું પાલન ન કરવું અને મેં એવી વાત કદી કરી જ નથી, ” આ પ્રમાણે કહેવું, તે વિસંવાદનાગ રૂપ ગણાય છે. - હવે પ્રણિધાનના ચાર પ્રકારનું નિરૂપણ કરવામાં આવે છે– રાત્રિ ઉજાળે ” ઈત્યાદિ-પ્રણિધાન એટલે લગાડવું–પરોવવું, અથવા અમુક વિષયમાં જેડવું. તે પ્રણિધાનને ચાર પ્રકાર નીચે પ્રમાણે કહા છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦ ૨