________________
હવે સૂત્રકાર બધપરિણામની અપેક્ષાએ ચાર ભાંગાનું કથન કરે છે–
પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) ઉનત ઉન્નત મનવાળે, (૨) ઉન્નત પ્રણત મનવાળો, (૩) પ્રણત ઉન્નત મનવાળે અને (૪) પ્રણત પ્રણત મનવાળો.
પહેલા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિની અપે ક્ષાએ પણ ઉન્નત હોય છે, અને સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણેથી પણ સંપન્ન હૃદયવાળો હોય છે. બીજા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણેની અપેક્ષાએ તે ઉત્તમ હોય છે, પણ સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે હેતે નથી. ત્રીજા પ્રકારમાં એવા પુરુષને મૂકી શકાય કે જે જાતિ આદિ ગુણોથી ઉન્નત હેતે નથી પણ સ્વાભાવિક ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે હોય છે. ચેથા પ્રકારમાં એ મનુષ્યને મૂકી શકાય છે કે જે જાતિ આદિ ગુણેની અપેક્ષાએ પણ ઉન્નત હેતે નથી અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હૃદયવાળે પણ હોતો નથી.
એ જ પ્રમાણે સંકલ્પને આધારે પણ ચાર ભાંગા બને છે-જેમકે... (૧) ઉન્નત ઉન્નત સંકલ્પવાળ, (૨) ઉન્નત પ્રણત સંકલ્પવાળે, (૩) પ્રણત ઉન્નત સંક૯૫વાળે અને (૪) પ્રત પ્રણત સંકલ્પવાળો. “સંકલ્પ' એટલે “માનસિક વિચાર”. વિચારમાં ઔદાર્ય આદિ ગુણોથી યુક્તતા હોવાને કારણે ઉન્નતતા સંભવી શકે છે. અથવા સમીચીન અર્થને વિષય કરવાની અપેક્ષાએ પણ સંકલપમાં ઉન્નતતા સમજવી જોઈએ. એવા માનસિક ઉન્નત વિચારોથી યુક્ત હોય એવા પુરુષને પણ ઉન્નત કહે છે. આ ચતુગીને અર્થ સ્પષ્ટ છે.
“પ” પ્રજ્ઞા એટલે જ્ઞાન-પ્રકૃષ્ટ જ્ઞાનનું નામ પ્રજ્ઞા છે. તે પ્રજ્ઞાની અપેક્ષાએ પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) ઉન્નત ઉન્નત પ્રજ્ઞાવાળો, (૨) ઉન્નત પ્રત પ્રજ્ઞાવાળો, (૩) પ્રણત ઉનત પ્રજ્ઞાવાળે અને (૪) પ્રણત પ્રભુત પ્રજ્ઞાવાળો. આ ચતુર્ભગી પણ સરળતાથી સમજી શકાય એવી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫ ૨